ટીવીના સૌથી ચર્ચિત રિયાલિટી શોમાં બિગ બોસની 15મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. શોના ભવ્ય પ્રીમિયરની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પ્રેક્ષકોને આજે સ્ટેજ પરથી એક નહીં પણ બે સુપરસ્ટારનો સ્વેગ જોવા મળશે. સલમાન ખાન સાથે બોલિવૂડના ‘ખિલજી’ એટલે કે રણવીર સિંહ પણ સ્ટેજ પર જોવા મળશે.
બિગ બોસ 15 ના ભવ્ય પ્રીમિયર માટે થોડા કલાકો બાકી છે. ચેનલ દ્વારા શોનો નવો પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સલમાન ખાન સ્પર્ધકો વચ્ચે ‘બિગ બોસ 15’ના મંચ પર રણવીર સિંહની એન્ટ્રી જોઈને સ્તબ્ધ થઈ ગયો છે.
સલમાન ખાને જ્યારે રણવીર સિંહને ‘બિગ બોસ 15’ના મંચ પર જોયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે રણવીર સલમાનને કહે છે કે, ‘તે ટીવી પર એક અનોખો ક્વિઝ શો હોસ્ટ કરી રહ્યો છે, ત્યારે સલમાન પૂછે છે, ‘યે દોનો શો સાથ સાથ ચલેંગે ? કલર્સકી તો નિકાલ પડી.’ તેના જવાબમાં રણવીર કહે છે, ‘હા સર.’
https://www.instagram.com/p/CUg4wOOj-pT/?utm_source=ig_embed&ig_rid=956a703f-071c-4c73-8f23-265c4e7db3f3
આ પ્રોમો શેર કરતા કલર્સ ચેનલે કેપ્શનમાં લખ્યું ‘જ્યારે ભારતના બે સુપરસ્ટાર એક જ સ્ટેજ પર આવશે, ત્યારે ગ્રાન્ડ પ્રીમિયરની રાત વધુ ખાસ બની જશે! #BiggBoss15 નું ભવ્ય પ્રીમિયર આજે રાત્રે 9:30 વાગે અને સોમવારથી શુક્રવારે રાત્રે 10:30 વાગે માત્ર કલર્સ પર.’
રણવીર સિંહ તેના આગામી શો ‘ધ બિગ પિક્ચર’ના પ્રમોશન માટે અહીં પહોંચી રહ્યો છે. તે આ શો દ્વારા ટીવી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તેમનો શો 16 ઓક્ટોબરથી દર શનિવાર-રવિવારે રાત્રે 8 વાગ્યે પ્રસારિત થશે. તે જ સમયે, દર શનિ-રવિવારે સલમાન ખાન પણ ‘બિગ બોસ 15’ ના સ્પર્ધકોનો ક્લાસ લેતો જોવા મળશે.
