UP Election/ સમાજવાદી પાર્ટીએ આતંકવાદીઓને મુક્ત કરવાનું આપ્યું વચન: અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનવાળા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો. પીલીભીતમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ તેમજ સપાના નેતાઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

Top Stories India
shah

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનવાળા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો. પીલીભીતમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ તેમજ સપાના નેતાઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો:12 લાખ સરકારી નોકરીની જગ્યાઓ ખાલી, યોગી સરકાર પર સોનિયા ગાંઘીનો પ્રહાર

સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતા શાહે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી આતંકવાદીઓની સાથે છે. સમાજવાદી પાર્ટીએ ચૂંટણી ઘોષણાપત્રમાં આતંકવાદીઓને મુક્ત કરવાનું વચન આપ્યું હતું. તેમણે જનતાને પૂછ્યું કે, વોટના લોભમાં આતંકવાદીઓને સમર્થન કરનારાઓએ વોટ આપવો જોઈએ ખરો ?

પ્રિયંકા ગાંધી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, સપા અને કોંગ્રેસે આતંકવાદ સામેની લડાઈ નબળી પાડી છે. તેમણે કહ્યું કે, અમારો સંકલ્પ દેશ અને દુનિયામાં આતંકવાદ ફેલાવનારાઓને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. પ્રિયંકા ગાંધી કહે છે કે, આતંકવાદ એક નિરર્થક વસ્તુ છે. તેને રોકવો અર્થહીન છે. તેમના નેતા સલમાન ખુર્શીદ કહે છે કે, અમદાવાદ બ્લાસ્ટમાં પકડાયેલા લોકો નિર્દોષ છે.

વધુમાં અમિત શાહે કહ્યું કે, પીલીભીતના લોકોએ ત્રણ તબક્કાનું પરિણામ જાણવુ જોઈએ. આમાં સપા અને બસપા બન્ને સાફ થઈ ગયા છે. કોંગ્રેસ તો દૂરબીનથી જોતા પણ કયાય દેખાતી નથી. અમિત શાહે કહ્યું કે, ભાજપ સરકારે ગરીબ કલ્યાણ, કાયદો અને વ્યવસ્થા, યુવાનો માટે પાંચ વર્ષ જે કામ કર્યું છે તેના કારણે ત્રણ તબક્કામાં ભાજપની લહેર પ્રસરી છે. સાતમા તબક્કા સુધીમાં તો ભાજપ તરફી આ લહેર સુનામીમાં ફેરવાઈ જશે.

આ પણ વાંચો: 2024 પર મમતા બેનર્જીનું ધ્યાન કેન્દ્રિત, દિલ્હીમાં NWCની બીજી બેઠક યોજાશે

આ પણ વાંચો:મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી હોટલ સી પ્રિન્સેસમાં લાગી આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે