ગુજરાત/ શાળાઓ તો ચાલુ જ રહેશે : કોરોનાના કહેર વચ્ચે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન

કોરોનાના કહેર વચ્ચે શાળા ચાલુ રાખવી કે નહીં આ મામલે રાજ્ય શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, શાળાઓ તો ચાલુ જ રહેશે. અને વિધાર્થી શાળાએ આવવું કે નહીં તે નિર્ણય

Top Stories Gujarat
જીતુ વાઘાણીએ

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વધાતા જતાં કોરોના કેસ વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. રાજ્યમાં મોટી સંખ્યામાં શાળાએ જતાં વિધાર્થીઓ કોરોના સંક્રમિત બની રહ્યા છે. ત્યારે વિધાર્થીઓના ભવિષ્ય અને આરોગ્ય સુખકારીને લઈ જીતુ વાઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમની રાજકોટ મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે તેમને શાળા બંધ કરવી કે ચાલું રાખવી એ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. અને તેમના જવાબથી તમામ આવક રહી ગયા હતા.

કોરોનાના કહેર વચ્ચે શાળા ચાલુ રાખવી કે નહીં આ મામલે રાજ્ય શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, શાળાઓ તો ચાલુ જ રહેશે. અને વિધાર્થી શાળાએ આવવું કે નહીં તે નિર્ણય વાલીઓ ઉપર આધાર રાખશે. વાલીઓ પાસેથી ફરીથી સંમતિપત્ર લેવામાં આવશે. જ્યારે ફીના મુદ્દાઓ પર જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે શિક્ષણમંત્રીએ મૌન સેવી લીધું હતું. પછી બીજી વખત સવાલ કરાતા બે હાથ જોડી દીધા હતા.

જીતુ વઘાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી શાળાનાં બાળકો કોરોના સંક્રમીત થવાની ઘટના વધી રહી છે. જેને લઈને શાળાઓમાં કોવિડની ગાઈડલાઈન્સનું ચુસ્ત પણે પાલન કરવા આદેશ આપ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીઓ તરફથી આ મામલે ખાનગી શાળાઓમાં ચેકિંગ ડ્રાઈવ કરવા જણાવાયું છે.

શાળાઓમાં અગાઉ પણ વાલીઓની સંમતિથી શરૂ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હવે કેસ વધ્યા બાદ પણ ફરીથી વાલીઓનાં સંમતિપત્ર લેવામાં આવશે. જે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા માગતા નથી એના માટે ઓનલાઈન શિક્ષણ ફરજિયાત ચાલું રહશે. શાળાઓ પણ ઓનલાઈન શિક્ષણ ચાલું રાખશે.

Predictions / નવું વર્ષ વેરશે વિનાશ,બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી

Corona Cases / ઓમિક્રોનથી બચવા માટે આ દેશ વ્યક્તિને રસીના 4 ડોઝ આપશે

અયોધ્યા / રામમંદિર માટે લાલ પથ્થરોની નહીં પડે અછત, રાજસ્થાનની ખાણોની થશે હરાજી