બોંબ વિસ્ફોટ/ બંગાળમાં એક શાળામાં દેશી બોમ્બ બનાવતા વિસ્ફોટ થતાં 3 ની હાલત ગંભીર

ત્રણ ઇજાગ્રસ્ત લોકો  દેશી બોમ્બ બનાવતા હતા

India

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સેસન વિસ્તારમાં એક ખાલી શાળાના મકાનમાં દેશ બનાવટ બોમ્બ વિસ્ફોટ થતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ ઇજાગ્રસ્ત લોકો  દેશી બોમ્બ બનાવતા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટોનો અવાજ સાંભળીને જ્યારે નજીકમાં રહેતા લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેઓને ત્રણેય લોકોને જમીન પર ઇજાગ્રસ્ત હાલતમાં કણસતા હતા ,વિસ્ફોટ થતાં દરવાજો તૂટી ગયો હતો.

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના એક સ્થાનિક નેતાએ કહ્યું કે ત્રણેયની તૃણમૂલ કોંગ્રેસ સાથે સંબંધ હોઈ શકે છે અને તે બોમ્બ આ વિસ્તારમાં અશાંતિ પેદા કરવા અને ભગવા પક્ષના કાર્યકરોને નિશાન બનાવવા માટે બનાવવી રહ્યા હશે.તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોએ આવા આરોપોને નકારતા કહ્યું હતું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને દોષી સાબિત થતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે