બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’માં જજ તરીકે પરત ફરી છે. તેને શોમાં ચાહકોનો ઘણો સપોર્ટ મળી રહ્યો છે. શિલ્પા શેટ્ટીએ થોડા સમય માટે પોતાને શોથી દૂર રાખી હતી પરંતુ ફરી એકવાર તે પરિસ્થિતિનો સામનો કરીને કામ પર પરત ફરી છે. શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડાયેલી રહે છે અને સતત કોઈ ને કોઈ પોસ્ટ શેર કરતી રહે છે. તાજેતરમાં, શિલ્પા શેટ્ટીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી છે.
આ પણ વાંચો :અમિતાભ બચ્ચનના પર્સનલ બોડીગાર્ડનો વાર્ષિક પગાર છે આટલો, રકમ જાણીને આંખો ફાટી જશે
શિલ્પાએ ગુરુવારે રાત્રે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં એક પુસ્તકનું પાનું શેર કર્યુ હતું, જેમાં જીવનમાં કરવામાં આવતી ભૂલો વિષે લખવામાં આવ્યું છે. અહીં સોફિયા લોરેનની એક વાત લખવામાં આવી છે કે- ભૂલો કોઈ ઉધારનો ભાગ હોય છે, જેની કિંમત આજીવન ચુકવવી પડે છે.
પુસ્તકમાં આગળ લખવામાં આવ્યું છે કે, આપણે કોઈ ભૂલ કર્યા વિના જીવનને રસપ્રદ નથી બનાવી શકતા. પરંતુ આશા રાખીએ કે આ ભૂલો ભયાનક ન હોય અને કોઈને નુકસાન ના પહોંચાડે. પરંતુ આપણાથી ભૂલો થઈ જાય છે. આપણે ભૂલોને ભુલવાનો પ્રયત્ન કરી શકીએ છીએ અથવા તો તેની ગણતરી રસપ્રદ, પડકારજનક અનુભવ તરીકે કરી શકીએ છીએ. ભૂલો આપણને ઘણું શીખવાડી શકે છે. મારાથી ભૂલો થશે, હું મારી જાતને માફ કરીશ અને ભૂલો પરથી સબક મેળવીશ. આ સ્ટોરીમાં શિલ્પાએ એક સ્ટીકર શેર કર્યું છે જેમાં લખ્યું છે કે મારાથી એક ભૂલ થઈ છે, પણ ઠીક છે.
![]()
આ પણ વાંચો :સોનુ સૂદે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે કરી મુલાકાત, AAP માં જોડાવાની અટકળો
શિલ્પા શેટ્ટી છાશવારે ઈન્સ્ટાગ્રામ પર આ પ્રકારના મેસેજ શેર કરે છે. આ પહેલા પણ તેણે લખ્યુ હતું કે, જીવનમાં પૉઝ બટન દબાવી નથી શકતા. દરેક દિવસનું મહત્વ હોય છે, આપણે તે દિવસનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરીએ કે પછી સૌથી ખરાબ. કંઈ પણ થાય આપણા જીવનની ઘડિયાળ હંમેશા ચાલતી રહે છે. આપણી પાસે એકમાત્ર વસ્તુ છે, તે છે સમય. માટે તે સમયને હંમેશા માટે ગુમાવી દેવાના સ્થાને દરેક ક્ષણને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
નોંધનીય છે કે, અશ્લીલ વીડિયો કેસમાં મુંબઇ પોલીસે 19 જુલાઇએ રાજ કુન્દ્રાની ધરપડક કરી હતી, તેના પર અશ્લીલ વીડિયો બનાવવા અને તેને એપ પર અપલૉડ કરવાનો આરોપ છે, તે હાલમાં પોલીસની કસ્ટડીમાં છે.
આ પણ વાંચો :એરપોર્ટ પર સોનુ સૂદનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ, ચાહકોને આપી આ સલાહ
રાજ કુદ્રાએ બે લગ્ન કર્યા છે. તેણે પહેલાં લગ્ન કવિતા સાથે કર્યા હતા. જોકે, પછી તેમના ડિવોર્સ થઈ ગયા હતા. આ લગ્નથી રાજ એક દીકરીનો પિતા બન્યો હતો. 2009માં રાજે શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. તેમને દીકરો વિઆન તથા દીકરી સમીષા છે.
આ પણ વાંચો : કોઈપણ જાતની કસરતો કર્યા વગર જેઠાલાલે ઉતાર્યું 10 કિલો વજન, જાણો કઇ રીતે ?
આ પણ વાંચો :ટોમ ક્રુઝને થયુ હજારો પાઉન્ડનું નુકશાન, બોડીગાર્ડની BMW માં રાખેલા સામાનની થઈ ચોરી
