આરોપ/ શોએબ અખ્તર કિવી ટીમના પ્રવાસને રદ કરવા પર થયો ગુસ્સો, જાણો કારણ..

કિવિ ટીમના આ નિર્ણય બાદ પાકિસ્તાનના તમામ ખેલાડીઓ ગુસ્સામાં આવી ગયા હતા. અખ્તરે કિવી ટીમ પર પાકિસ્તાન ક્રિકેટને મારી નાખવાનો આરોપ લગાવ્યો છે

Sports

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે વનડે સિરીઝની પ્રથમ મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા સુરક્ષાના ખતરાને ટાંકીને તેનો વર્તમાન પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે ન્યુઝીલેન્ડ ટીમની સુરક્ષા માટે કોઈ ખતરો નથી. મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે આજે રાવલપિંડી સ્ટેડિયમમાં શરૂ થયેલી પ્રથમ મેચ સમયસર શરૂ ન થઈ અને બંને ટીમો તેમના હોટલના રૂમમાં રહી. કિવિ ટીમના આ નિર્ણય બાદ પાકિસ્તાનના તમામ ખેલાડીઓ ગુસ્સામાં આવી ગયા હતા. પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે કિવી ટીમ પર પાકિસ્તાન ક્રિકેટને મારી નાખવાનો પણ આરોપ લગાવ્યો છે.

આ પછી, અખ્તરે બીજા ટ્વિટમાં લખ્યું, ‘ન્યૂઝીલેન્ડને યાદ કરાવવા માટે કેટલાક મુદ્દા. ક્રાઇસ્ટચર્ચ હુમલામાં નવ પાકિસ્તાનીઓ માર્યા ગયા હતા, પરંતુ તેમ છતાં પાકિસ્તાન તેમની પડખે ભું રહ્યું. કોવિડની સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ પાકિસ્તાને ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો, તે પણ ત્યારે જ્યારે ન્યૂઝીલેન્ડના સત્તાવાળાઓએ તે પ્રવાસ દરમિયાન ખરાબ વર્તન કર્યું હતું.

અખ્તરે આગળની ટ્વિટમાં લખ્યું, ‘આ વેરીફાઇ કર્યા વગરની ધમકીઓ હતી અને તેની પર ચર્ચા થઈ શકી હોત. વડા પ્રધાન ઇમરાન ખાને ન્યુઝીલેન્ડના વડા પ્રધાન સાથે વાત કરી અને ખાતરી આપી પરંતુ તેમણે હજી પણ ના પાડી. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને પીએસએલની સલામત રીતે સફળતાપૂર્વક યજમાની કરી હતી.