Ahmedabad/ બોપલ-ઘુમાની ચોંકાવનારી ઘટના સફાઈકર્મીઓનો આત્મવિલોપનનો પ્રયાસ

બોપલ-ઘુમા વિસ્તારમાં વિસ્તારના સફાઈ કર્મચારીઓની માંગણી ના સંતોષાતા સફાઈ કર્મચારીઓ રોસે ભરાઈ દવા પી ને આત્મ વિલોપન નો પ્રયાસ કર્યો છે. જેઓને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat

બોપલ-ઘુમાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સફાઈકર્મીઓએ આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  6 લોકોએ આત્મવિલોપન નો પ્રયાસ કર્યો છે. સફાઈકર્મીઓ ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા.  જય વાલ્મિકી જય ભીમ વાલ્મિકી સમાજના તમામ આગેવાનોને જણાવવાનું કે હાલ બોપલ ઘુમાના નગરપાલિકાના 6 વાલ્મીકિ સમાજના સફાઈ કામદારોએ પોતાના હક અધિકાર માટે દવા પીધી હતી. તેમને સોલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. તમામ વાલ્મિકી સમાજના આગેવાનો હોસ્પિટલ ભેગા થવા અપીલ કરવામાં આવી છે.

બોપલ-ઘુમા વિસ્તારમાં વિસ્તારના સફાઈ કર્મચારીઓની માંગણી ના સંતોષાતા સફાઈ કર્મચારીઓ રોસે ભરાઈ દવા પી ને આત્મ વિલોપન નો પ્રયાસ કર્યો છે. જેઓને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને તમામની હાલત સીરીયસ છે. હોસ્પિટલ ખસેડવામાં આવેલા ૬ વ્યકિતમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષનો સમાવેશ થાય છે.

અત્રે નોધનીય છે કે બોપલ-ઘુમા વિસ્તારના સફાઈકર્મીઓ છેલ્લા એક વર્ષથી પોતાની માંગણીઓને લઈ આંદોલન ચલાવી રહ્યા હતા. તેમનીમાંગણીઓ નહીં સંતોષતા ઉગ્ર વિરોધનોધાવ્યો હતો. અને આત્મ વિલોપનનો  માર્ગ  અપનાવ્યો છે. આ વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ તેમને કાયમી કરવાની માગ સાથે હડતાળ પર ઉતરયા હતા. અહીં સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હતો.

ઘુમા નગરપાલિકામાં જે તે સમયે ફરજ બજાવતા 53 જેટલા સફાઈ કામદારોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોજિંદા કામદાર તરીકે નિમણૂક કર્યા હતા. જોકે સફાઈ કામદારોની નિમણૂક કર્યા બાદ પણ હાજર ન થતાં સોલિડ વેસ્ટ વિભાગે આમ કર્મચારીઓને નોટિસ ફટકારી હતી. અને ત્રણ દિવસમાં હાજર થવા માટે જણાવ્યું હતું.