માંગ/ કોરોનાના લીધે કપૂરની માંગમાં નોંધપાત્ર વધારો

કપૂરની માંગમાં વધારો

Gujarat

દેશમાં કોરોનાએ માઝા મુકી છે. કોરોનાથી બચવા લોકો ઘરેલું ઉપાય અજમાવી રહ્યા છે. ઘરેલું ઉપચાર કરીને કોરોનાથી બચવા માટે નુસ્કા અપનાવી રહ્યા છે.  સંક્રમણથી બચવા મેડિકલ ઉપચારની સાથે સાથે આ વખતે લોકો ઘરેલું ઉપચારનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે, જેને કારણે લવિંગ, અજમા અને કપૂરની માગમાં વધારો નોંધાતા ભાવ પણ ડબલ થયો છે. કોરોના મહામારીમાં ઠેરઠેર લવિંગ, અજમા અને કપૂરની પોટલીનો વધુ વપરાશ થઈ રહ્યો છે.

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે લોક મુકે સાંભલેલી અને કપૂરના ફાયદા અનેક છે તેના લીધે લોકો કપૂરનો ઉપયોગ વધારે કરતાં થયાં છે. કપૂરની પોટલી જ નહીં, કપૂર અગરબત્તી પણ ધૂમ વેચાઈ રહી છે, જેના કારણે કપૂરની માગમાં 10 ગણો વધારો થયો છે. એક સમયે કપૂરનો કિલોનો ભાવ 500થી 550 રૂપિયા હતો, જે અત્યારે વધીને 1,200 રૂપિયા સુધી પહોંચ્યો છે.કપૂર, લવિંગ અને અજમાની પોટલી ખિસ્સામાં રાખી વારંવાર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. આવું આજકાલ આપણે તમામ લોકોના મોઢે સાંભળીએ છીએ. કોરોનાની આ બીજી લહેરમાં લોકોનું ઓક્સિજન લેવલ તરત ઘટી જાય છે. જેને લઇને લોકો આ પ્રકારના નુસખાં અજમાવી રહ્યાં છે

ઉલ્લેખનીય છે કે કપૂર માટે મહારાષ્ટ્રથી રો-મટિરિયલ્સ આવે છે પણ કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાથી રો-મટિરિયલ્સ પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી, જેના કારણે કપૂરનું ઉત્પાદન ઘટ્યું છે. કપૂરની માગ સામે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. આમ, કોરોના કાળમાં કપૂરની માગ વધી છે જેના કારણે ભાવ પણ વધ્યાં છે.