Bollywood/ એસએસ રાજામૌલીએ શેર કર્યુ અજય દેવગનનું પાવરફુલ પોસ્ટર, યૂઝર બોલ્યા…

‘બાહુબલી’ ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની આગામી ફિલ્મ આરઆરઆર (RRR) આજકાલ ખુબ ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા રામ ચરણ, એનટીઆર જુનિયર અને આલિયા ભટ્ટના જન્મદિવસ પર ફિલ્મના મુખ્ય સ્ટાર્સનો પહેલો લૂક રજૂ થયો હતો. હવે અજય દેવગનના જન્મદિવસ પર તેનો પહેલો લૂક સામે આવ્યો છે. ચાહકોને પહેલેથી જ જાણ થઈ ગઈ હતી કે અજયનો પહેલો લૂક તેના જન્મદિવસ […]

Entertainment

‘બાહુબલી’ ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની આગામી ફિલ્મ આરઆરઆર (RRR) આજકાલ ખુબ ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા રામ ચરણ, એનટીઆર જુનિયર અને આલિયા ભટ્ટના જન્મદિવસ પર ફિલ્મના મુખ્ય સ્ટાર્સનો પહેલો લૂક રજૂ થયો હતો. હવે અજય દેવગનના જન્મદિવસ પર તેનો પહેલો લૂક સામે આવ્યો છે. ચાહકોને પહેલેથી જ જાણ થઈ ગઈ હતી કે અજયનો પહેલો લૂક તેના જન્મદિવસ પર જાહેર થશે અને પોતાનું વચન પાળતાં રાજામૌલીએ અભિનેતાના ચહેરા પરથી પડદો ઉતાર્યો છે.


રાજામૌલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું મોશન પોસ્ટર બહાર પાડ્યું છે. આ પોસ્ટરમાં અજય દેવગન રણની મધ્યમાં ઉભો છે અને તેની નજીક ઘણા લોકો નજરે પડે છે, જેઓ તેમની ઉપર બંદૂકો ચલાવી રહ્યા છે. પોસ્ટરમાં અજય દેવગણનો અવાજ સંભળાય છે, જે વારંવાર ‘લોડ … એઆઈએમ … શોટ …’ કહેતો હોય છે. આ પછી, અભિનેતા પોતાનું કપડુ ઉપાડીને ફેંકી દે છે અને બધાની સામે આવે છે. રાજામૌલીની ફિલ્મના આ પોસ્ટરની બેકગ્રાઉન્ડમાં જે સંગીત સંભળાય છે તે એકદમ શક્તિશાળી છે.


તમને જણાવી દઈએ કે તાજેતરમાં 27 માર્ચે રામ ચરણના જન્મદિવસ પર તેમનું પાત્ર અ્લ્લુરી સીતા રામરાજુ રીલીઝ કર્યુ હતું. આ રહેલાં, તેના પાત્ર સીતાની રજૂઆત આલિયા ભટ્ટના જન્મદિવસ પર 15 માર્ચે દર્શકોને કરવામાં આવી હતી. આલિયાની આ પહેલી સાઉથ ઈન્ડિયન અને પૈન-ઇન્ડિયા રિલીઝ ફિલ્મ છે.