Not Set/ Air India નું માલિક બનશે Tata Group, 6 દાયકા બાદ થશે ઘર વાપસી : રિપોર્ટ

સરકારી કંપની Air India ને Tata ખરીદવા જઈ રહી છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગનાં રિપોર્ટ અનુસાર, પેનલે Air India માટે Tata Group ની પસંદગી કરી છે.

Top Stories India
  • એર ઇન્ડિયાનું માલિક બન્યું ટાટા ગ્રુપ
  • એર ઇન્ડિયાની બોલીમાં સૌથી વધુ બોલી
  • સૌથી વધુ કિંમતની બીડ લગાવી જીત મેળવી
  • એર ઇન્ડિયા હવેથી ટાટા સમુહનાં નિયંત્રણમાં
  • સ્પાઇસ જેટનાં અજયસિંહે પણ લગાવી હતી બોલી

સરકારી કંપની Air India ને Tata ખરીદવા જઈ રહી છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગનાં રિપોર્ટ અનુસાર, પેનલે Air India માટે Tata Group ની પસંદગી કરી છે. Tata Group અને Spice Jet નાં અજય સિંહે Air India માટે બોલી લગાવી હતી.

આ પણ વાંચો – Covid-19 / તહેવાર નજીક આવતા કોરોનાનાં કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Air India 6 દાયકા બાદ ઘરે પરત ફરી રહી છે. ટાટા સન્સે સૌથી વધુ બોલી લગાવીને Air India ને ખરીદી છે. હવે કંપની હસ્તગત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. બ્લૂમબર્ગનાં અહેવાલ મુજબ, ટાટા સન્સે સૌથી વધુ કિંમત મૂકીને બોલી જીતી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીઓની પેનલે એરલાઇનનો કબજો લેવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે. રિપોર્ટ અનુસાર, સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. ટાટા ડિસેમ્બર સુધીમાં Air India ની માલિકી મેળવી શકે છે. આપને જણાવી દઈએ કે, અગાઉ આ કંપનીનું નામ માત્ર Tata Airlines હતું. JRD ટાટાએ 1932 માં ટાટા એર સર્વિસ શરૂ કરી, જે બાદમાં Tata Airlines બની અને 29 જુલાઇ 1946 નાં રોજ પબ્લિક લિમિટેડ કંપની બની. 1953 માં સરકારે ટાટા એરલાઇન્સ હસ્તગત કરી અને તે એક સરકારી કંપની બની હતી. જણાવી દઇએ કે, સરકારે ખોટ કરતી Air India ને વેચવા માટે જાન્યુઆરી 2020 માં વિનિવેશની પ્રક્રિયા શરૂ કરી હતી. વળી, દેશમાં કોરોના વાયરસ સંક્રમણ શરૂ થયો. જેના કારણે આ પ્રક્રિયા લગભગ 1 વર્ષ સુધી બાકી રહી ગઇ. આ વર્ષે એપ્રિલમાં સરકારે રસ ધરાવતી કંપનીઓને Air India ખરીદવા માટે નાણાકીય બિડ કરવા કહ્યું હતું. આ માટે છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચો – વરસાદ / ગુજરાતનાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે રાત્રે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

ઉલ્લેખનીય છે કે, JRD ટાટાએ 1932 માં Tata Airlines ની સ્થાપના કરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ સેવા બંધ કરવામાં આવી હતી. જ્યારે Airlines ફરી શરૂ કરવામાં આવી ત્યારે 29 જુલાઇ 1946 નાં રોજ Tata Airlines નું નામ બદલીને Air India LTD. કરવામાં આવ્યું. આઝાદી પછી, 1947 માં, Air India ની 49 ટકા ભાગીદારી સરકાર દ્વારા લેવામાં આવી હતી. જો કે 1953 માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતુ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…