રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન આ વર્ષની સૌથી લોકપ્રિય બોલિવૂડ ઇવેન્ટ્સમાંથી એક છે. ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ આ કપલે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લગભગ રોજેરોજ લગ્નની નવી તસવીરો આવી રહી છે અને આ ક્રમમાં આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેને જોઈને ઘણાની આંખોમાં આંસુ આવી જાશે.
આલિયા ભટ્ટની વિદાયની તસવીર
આ ફોટામાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે સોની રાઝદાન પણ જોવા મળી રહ્યા છે. ફેન્સ તેને વિદાય સમયે લીધેલો ફોટો કહી રહ્યા છે કારણ કે આલિયા ભટ્ટ અને સોની રાઝદાન તેમાં ઈમોશનલ થતા જોઈ શકાય છે. આ ફોટોમાં રણબીર કપૂર પણ પોતાની જાતને કોઈક રીતે સંભાળતો જોવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં અન્ય લોકોના ચહેરા પરના હાવભાવ પણ જોવા લાયક છે.
https://www.instagram.com/p/CchOBzyrx4g/?utm_source=ig_embed&ig_rid=d5c3ac04-0c57-4c78-a541-09775a4888fb
ફેન્સે કોમેન્ટ બોક્સમાં પ્રેમ વ્યક્ત કર્યો
આ ફોટો શેર કરતાં સોની રાઝદાને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘મારું હૃદય ધબકે છે’. થોડી જ મિનિટોમાં આ ફોટોને સોશિયલ મીડિયા પર ભારે લાઈક્સ મળી ગઈ છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક પ્રશંસકે કોમેન્ટ સેક્શનમાં સોની રાઝદાનના આંસુ વિશે લખ્યું, ‘તમારી આંખો ખુશીથી ભરાઈ ગઈ છે.’ અન્ય એક પ્રશંસકે લખ્યું – આ કેટલો સુંદર ફોટો છે.
