જો તમને કહેવામાં આવે કે બનેલું મકાન કોઈ અન્ય જગ્યાએ અથવા બીજા શહેરમાં સ્થાનાંતરિત કરી શકાય છે. તમે આશ્ચર્ય પામશો અને પૂછશો કે કેવી રીતે? લોકો એક જગ્યાએથી બીજા જગ્યાએ, એક શહેરથી બીજા શહેરમાં, એક ઘરથી બીજા સ્થળે સ્થાનાંતરિત થાય છે, પરંતુ ઘર કેવી રીતે સ્થળાંતર કરી શકે?. તાજેતરમાં સૈન ફ્રાન્સિસ્કોમાં બન્યું છે, એક ઘરને ટ્રક પર લોડ કરીને બીજા સ્થળે ખસેડવામાં આવ્યું છે.
સૈન ફ્રાન્સિસ્કોમાં લોકો રસ્તા પર એક મકાન જોતાં આશ્ચર્યચકિત થઈ ગયા. ક્રેન અને ટ્રકોની મદદથી ઘરને અન્ય સ્થળે ખસેડી રહ્યા હતા, લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. વિક્ટોરિયન ઘર ઉઠાવવામાં આવ્યું અને તેને ફ્રેન્કલિન સ્ટ્રીટથી ફુલટન સ્ટ્રીટમાં ખસેડવામાં આવ્યું હતું. આ માટે તેણે 6 બ્લોક્સ પાર કર્યા. સોશિયલ મીડિયા પર આ મકાન સ્થળાંતર કરવાનો વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.
— Tessa McLean (@mcleantessa) February 21, 2021
139 વર્ષ જુની આ બે માળની બિલ્ડિંગમાં છ બેડરૂમ છે. આ બિલ્ડિંગને સ્થળાંતર કરવા માટે 15 વિવિધ એજન્સીઓ પાસેથી પરવાનગી લેવામાં આવી હતી. ત્યારબાદ ટ્રક 1.61 કિ.મી.ની ઝડપે દોડી રહ્યો હતો અને ઇમારતને તેના નિશ્ચિત સ્થળે લઈ ગયા હતા. કેરી કાર્ટર આ મકાનમાં રહે છે. તે ખૂબ મોટું મકાન છે.
6-bedroom, 3-bath Victorian – approximately 80 feet in length. 139-years-old built w/ tight grain & lumber from 800-year-old trees. She’s moving 6 blocks from Franklin to Fulton down a one-way street the opposite direction.
The terrestrial equivalent of the Mars rover landing! pic.twitter.com/OjJ8FhZzoB
— Anthony Venida (@AnthonyVenida) February 21, 2021
બિલ્ડિંગ શિફ્ટ કરવા માટે ઘણા પૈસા ચૂકવ્યા
આ ઇમારત સ્થળાંતર કરતી વખતે, તેના માલિકે ઘણા પૈસા ચૂકવવા પડ્યા. ઈમારતને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં 2.9 કરોડનો ખર્ચ થયો અને તેમાં લગભગ 6 કલાકનો સમય લાગ્યો.
સૈન ફ્રાન્સિસ્કો હિસ્ટોરિકલ સોસાયટીના લાના કોસ્ટાંટિનીએ જણાવ્યું હતું કે ઘર એક લાઇટના થાંભલા સાથે અથડાયું હતું અને ઘણાં ઝાડ પણ ટકરાયા હતા, પરંતુ કોઈને કંઈ નુકસાન થયું નથી. પોલીસે રસ્તો બંધ કરી દીધો હતો અને ક્રૂ પણ રાતોરાત કામ કરતા હતા. આ બિલ્ડિંગની ઉંચાઈ એટલી હતી કે રસ્તા પર ઘણાં વૃક્ષો કાપવા પડ્યાં
