બોલીવુડમાં વીતેલા જમાનાની ટોપ અબિનેત્રીઓનું નામ આવે એટલે તેમાં મીનાક્ષી શેષાદ્રીના નામનો સમાવેશ કરવો જ રહ્યો. જેમણે પોતાના અભિનયની આગવી અદાઓથી લાખો લોકોના દીલ પર રાજ કર્યુ. હવે લગભગ 28 વર્ષ પછી મીનાક્ષી બોલીવુડમાં કમબેક કરશે.
મીનાક્ષી શેષાદ્રીએ પોતાના સમયમાં હીરો, શહેનશાહ, નાચે નાગીન ગલી-ગલી, ઘાતક, ધાયલ, જુર્મ, દામિની, સ્વાતી, ધરાના, મેરી જંગ, સત્ય મેવ જયતે જેવી અનેક સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમના સમયના લગભગ દરેક મોટા અભિનેતા સાથે તેમની જોડી હીટ ગણાતી.
મીનાક્ષીની ફિલ્મી કરીયર ટોચ પર હતુ ત્યારે તેઓ 1995માં લગ્ન કરી અમેરીકામાં ઠરીઠામ થઇ ગયા. લગ્ન પછી પછી તેમને ઘણી બધી અધુરી ફિલ્મો પુર્ણ કરી હતી. ત્યારબાદ પણ તેમને મોટી ફિલ્મોની ઓફર આવતી હતી. પરંતુ મીનાક્ષીએ પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, તે સમય મારા માટે કસોટીનો હતો, અમેરીકા અને ભારત બન્ને જગ્યાએ રહીને પરીવારને મેનેજ કરવુ શક્ય નહોતુ લાગતુ. માટે અંતે મે પરીવારની પસંદગી કરી અને ફિલ્મોની દુનિયાને અલવિદા કહી. પરંતુ મને ખબર હતી ક્યારેક તો હું અહીં પરત ફરીશ જ. હવે જ્યારે સંતાનો મોટા થઇ ગયા છે, ત્યારે હું કમબેક કરી શકુ છું, મારા મિત્રો, સંતાનો બધાએ મને કહ્યુ કે મારે બોલીવુડમાં કમબેક કરવુ જોઇઅ. આ વીશે જ્યારે મે ફીલ્મ મેકર્સ સાથે વાત કરી તો તેમનો પણ સારો રીસ્પોન્સ મળ્યો.
પોતાના સમયમાં તેમની હળોળમાં કામ કરતી અભિનેત્રીઓ વીશે તેમને કહ્યું હતુ કે, હું નથી જાણતી કે તેમની પ્રોફેશનલ લાઇફ કેવી છે. પણ હું મારા વીશે જાણું છું, અત્યારે હું એક ન્યુકમર છું. હા લાંબા સમય પછી કામ કરું છું. કેવા રોલ મળશે અને હું તેનો સ્વીકાર કરીશ કે કેમ એ બધુ આવનારા સમય પર છે.
