Not Set/ બેગનાં વેપારીની જ બેગ ખાલી, રાજ્યમાં વાર્ષિક 4 થી 5 હજાર કરોડનું નુકસાન

કોરોના મહામારીમાં અનેક ધંધા રોજગારમાં વેપારીઓ ભારે મંદીનો સામનો કરી રહ્યા છે. જયારે છેલ્લા 15 મહિનાથી શાળા અને ટ્રાવેલ્સ બિઝનસ બંધ હોવાથી બેગ ઉદ્યોગને ભારે નુકસાન થઇ રહ્યું છે.

Gujarat Others
  • બેગના વેપારીની જ બેગ ખાલી ! 
  • બેગ બજારમાં મંદી
  • સ્કુલ બેગ અને ટ્રાવેલર બેગના વેચાણ પર લાગી બ્રેક
  • ટ્રાવેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં 90 ટકા મંદી
  • કોરોનાએ હોલસેલર અને મેન્યુફેક્ચરરને રોવડાવ્યા
  • અંદાજીત 350 વેપારીઓની આવકમાં બ્રેક
  • ગુજરાતમાં વાર્ષિક 4 થી 5 હજાર કરોડનું નુકસાન
  • એસોસિએશન દ્વારા સરકાર પાસે કરી રાહતની માંગ

કોરોના મહામારીમાં અનેક ધંધા રોજગારમાં વેપારીઓ ભારે મંદીનો સામનો કરી રહ્યા છે. જયારે છેલ્લા 15 મહિનાથી શાળા અને ટ્રાવેલ્સ બિઝનસ બંધ હોવાથી બેગ ઉદ્યોગને ભારે નુકસાન થઇ રહ્યું છે. હોલસેલર અને મેન્યુફેક્ચરિંગ કરતા વેપારીઓની હાલત કફોડી બની છે. ગુજરાતમાં અંદાજીત 350 હોલસેલર અને મેન્યુફેક્ચરિંગનાં વેપારીઓ વાર્ષિક 4 થી 5 હજાર કરોડનું નુકસાન ભોગવી રહ્યા છે. હાલ બેગ મેન્યુફેક્ચરિંગ સંપૂર્ણ બંધ છે. વેપારીઓની હાલત ઘણી દયનીય છે.

આ પણ વાંચો – IT વિવાદ / આઇટી વિવાદ અંગે આજે સંસદીય સમિતિની બેઠક યોજાશે, જેમાં ગુગલ-ફેસબુકના અધિકારીઓ પણ હાજર રહેશે

ગુજરાતમાં બેગ બજારમાં હાલ મહામારીની ભારે અસર જોવા મળી રહી છે. ત્યારે બજારમાં હાલ સ્કૂલ બેગમાં 100 ટકા નુકસાન છે તો બીજી બાજુ ટ્રાવેલર બેગમાં 75 ટકા નુકસાનીનો માર સહન કરવો પડી રહ્યો છે. હાલ બજારમાં બેગની માંગ ન હોવાના કારણે મેન્યુફેક્ચરિંગ 5 ટકા જ હોવાથી કારીગરોનો સ્ટાફ પણ 20 ટકા જ છે. આવકની સામે જાવક વધુ હોવાથી વેપારીઓ સરકારને પણ રજૂઆત કરે છે કે સરકાર મહદ અંશે રાહત આપે તો બેગ ઇન્ડસ્ટ્રીઝ ફરી આ મહામારીમાંથી બહાર આવી શકે.

આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ / 31 જુલાઈ સુધીમાં બધા રાજ્યોને ‘વન નેશન, વન રેશનકાર્ડ’ લાગુ કરવા જણાવાયું

તાજેતરમાં બજારમાં સ્કૂલ અને કોલેજ બેગની ખરીદી ઝીરો ટકા એટલે કે બિલકુલ જ નથી. માર્ચ 2020 થી લોકડાઉનનાં કારણે ટ્રાવેલિંગ બેગમાં 90 ટકા જેટલું નુકસાન છે. ટ્રાવેલિંગ બેગની માંગ માત્ર 10 ટકા જ છે. ત્યારે સ્કૂલ અને કોલેજ બેગની અંદર 95 ટકા નુકસાન નો માર વેપારીઓને પડી રહ્યો છે. એસોસિએશન પ્રમુખ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે બીજા ઉદ્યોગમાં જે રીતે પ્રોપટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, ઇલેક્ટ્રિક સીટી બીલમાં રાહત આપી છે, તે જ રીતે બેગ ઇન્ડસ્ટ્રીઝને પણ રાહત આપવામાં આવે તેવી સરકાર પાસે બેગ હોલસેલર અને મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની માંગ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…