Sports/ દેશની દોડપરી હિમાદાસને મળી પાંખ, સરકારે કરી પોલીસમાં DSP તરીકે નિયુક્તિ

આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે આજે ભારતીય રમતવીર હિમા દાસને નિમણૂકનો પત્ર આપવાની ઔપચારિકતા નિભાવી હતી. રાજ્યની ‘ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી’

India

વિશ્વમાં દેશ માટે પ્રતિનિધિત્વ કરી અને નામ રોશન કરનાર દેશની દોડવીર હિમાદાસની મહેનતને ધ્યાનમાં લઈને સરકારે તેને સન્માન આપ્યું છે.આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે આજે ભારતીય રમતવીર હિમા દાસને નિમણૂકનો પત્ર આપવાની ઔપચારિકતા નિભાવી હતી. રાજ્યની ‘ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી’ હેઠળ દાસની DSP પદ પર નિમણૂક કરવામાં આવી છે. આજે તેમને સરુઝાઇ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આસામ પોલીસમાં નવા ભરતી થયેલા 597 સબ ઈન્સ્પેક્ટરને નિમણૂક પત્રો પણ આપ્યા હતા.

athlete-hima-das-become-dsp-said-will-continue-athletics-career

Gujarat / રાજ્યનાં 4 મહાનગરોનો રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, કોર કમીટીની બેઠકમાં લેવાયો નિર્ણય

આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવનિયુક્ત સબ ઇન્સ્પેક્ટર અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી. મહત્વનું છે કે યુવાઓને રમત-ગમતને કારકિર્દી તરીકે અપનાવવા પ્રોત્સાહિત કરવા, રાજ્ય સરકારે એકીકૃત રમત નીતિ લાગુ કરી હતી. મુખ્ય પ્રધાન સોનોવાલે કહ્યું કે, “રાજ્ય સરકારે દોડવીર હિમા દાસને આસામ પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કર્યા છે કારણ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર તેમની સિદ્ધિઓથી તેમણે રાજ્યને ગૌરવ અપાવ્યું છે.”

In A Sport Of Fine Margins, Why Glorification Of Hima Das Is Not Gold Class

Rules / 1 માર્ચથી સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોએ દર્શન માટે રજીસ્ટ્રેશન કરવું જરૂરી, 1 કલાકમાં માત્ર 100ને પ્રવેશ

હિમા દાસે કહ્યું, “હું શાળાના દિવસથી જ પોલીસ અધિકારી બનવા માંગતી હતી. મારી માતાનું પણ આ જ સ્વપ્ન હતું. તે હંમેશાં મને દુર્ગાપૂજા દરમિયાન આશીર્વાદ આપતા હતા. માતા ઇચ્છતા હતા કે હું આસામ પોલીસમાં સેવા આપું. જે સિદ્ધિ આ રમતના લીધે મળી રહી છે. ” હિમાએ વધુમાં કહ્યું, “આસામ પોલીસ માટે કામ કરતી વખતે પણ હું મારી કારકીર્દિ ચાલુ રાખીશ. સાથે સાથે હું આસામને હરિયાણા જેવી રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરીશ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…