Not Set/ ખતરોં કે ખિલાડી 11 માટે કેટલી રકમ વસુલે છે ટીવી સ્ટાર, શો માટે ફી મામલે કોણ છે સૌથી આગળ

ટીવી રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 11’ ખૂબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે

Entertainment

ટીવી રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 11’ ખૂબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે. ચાહકો તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. શોના પ્રોમો દર્શકોનો ઉત્સાહ વધારી રહ્યા છે. આ સિઝનમાં નિક્કી તંબોલી, રાહુલ વૈદ્ય, અર્જુન બીજલાની, વરુણ સૂદ, આસ્થા ગિલ, વિશાલ આદિત્ય સિંહ, સના મકબુલ, અભિનવ શુક્લા, મહેક ચહલ, દિવ્યાંકા ત્રિપાઠી, શ્વેતા તિવારી અને સૌરભ રાજ જૈને ભાગ લીધો છે. આ સ્ટાર્સ આ શો માટે ભારે ફી વસૂલ કરે છે. દિવ્યાંકા ત્રિપાઠી અને રાહુલ વૈદ્ય આ યાદીમાં મોખરે છે.

આ યાદીમાં રાહુલ વૈદ્યનું નામ ટોપ પર છે. રિપોર્ટ અનુસાર તે આ શો માટે સૌથી વધુ ફી લે છે. તે પ્રત્યેક એપિસોડ માટે 15 લાખ રૂપિયા લે છે. જ્યારે દિવ્યાંકા ત્રિપાઠી આ શોની બીજી સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક છે. તે એક એપિસોડ દીઠ 10 લાખ રૂપિયા આપવામાં આવે છે.

જ્યારે ટીવી અભિનેતા અર્જુન બીજલાનીની એક એપિસોડની ફી 7 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. જ્યારે ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી તેના દરેક એપિસોડ માટે 4 લાખ રૂપિયા લઈ રહી છે.

અભિનેત્રી અનુષ્કા સેન આ શોના એપિસોડ દીઠ 5 લાખ રૂપિયા લે છે. તે આ સ્ટંટ આધારિત રિયાલિટી શોની સૌથી યુવા સ્પર્ધક છે. બિગ બોસ 14 ફેમ નિક્કી તંબોલી પ્રત્યેક એપિસોડ પર  4.43 લાખ રૂપિયા ચાર્જ કરે છે. બિગ બોસ 14 ફેમ અને ટીવી અભિનેતા અભિનવ શુક્લા પ્રત્યેક એપિસોડ પર 4.25 લાખ રૂપિયા લે છે.  જ્યારે ટીવી એક્ટર વરૂણ સૂદની ફી એક એપિસોડ દીઠ 3.83 લાખ રૂપિયા છે.

આ વાત તો થઈ સ્પર્ધકોની પરંતુ જો રિપોર્ટ્સની વાત માની લેવામાં આવે તો શોના હોસ્ટ રોહિત શેટ્ટી પ્રત્યેક એપિસોડ માટે 49 લાખ રૂપિયા લે છે. રોહિત આ શોની પાંચમી સિઝનથી હોસ્ટ તરીકે જોવા મળી રહ્યો છે.