ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી આજે એટલે કે 28મી ડિસેમ્બરે તેનો 137મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા હતા. અહી સોનિયા ગાંધીએ પાર્ટી હેડક્વાર્ટરમાં ધ્વજ ફરકાવી રહ્યા હતા તે દરમ્યાન જે થયુ તે જોયુ તમે પણ ચોંકી જશો.
આ પણ વાંચો – Interesting / મોડલે ડોલ જેવો લૂક મેળવવા ખર્ચ્યા 11 લાખ રૂપિયા, પણ હવે થઇ રહ્યો છે પસ્તાવો, જાણો કેમ
આપને જણાવી દઇએ કે, સોનિયા ગાંધીએ પાર્ટી હેડક્વાર્ટરમાં ધ્વજ ફરકાવવા દોરડું ખેંચ્યું ત્યારે ધ્વજ બરાબર ન બંધાયો હોવાને કારણે નીચે પડી ગયો હતો. જોકે, ધ્વજ જમીન પર પડ્યો ન હતો અને બાદમાં ધ્વજ ફરકાવ્યા વગર જ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, ધ્વજ ફરકાવવાની કવાયત ચાલુ રહી. પોલ પર ચઢવાના બે નિષ્ફળ પ્રયાસો થયા હતા. આ પછી બીજો નાનો પોલ લાવવામાં આવ્યો અને પછી એક સીડી લગાવવામાં આવી. ઘણી મહેનત બાદ ધ્વજ પોલ પર લગાવી શકાયો અને સોનિયા ગાંધીએ ફરીથી ધ્વજ ફરકાવ્યો. જો કે આ પહેલા પણ સોનિયા ગાંધી, પવન બંસલ અને કેસી વેણુગોપાલે સાથે મળીને પાર્ટીનો ઝંડો હાથમાં પકડી રાખ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, કોંગ્રેસ એવી પાર્ટી છે જેણે દેશમાં લોકશાહીની સ્થાપના કરી.
#WATCH | Congress flag falls off while being hoisted by party's interim president Sonia Gandhi on the party's 137th Foundation Day#Delhi pic.twitter.com/A03JkKS5aC
— ANI (@ANI) December 28, 2021
આ પણ વાંચો – Covid death / વિશ્વભરમાં કોરોનાથી થયેલા મોતનો ચોંકાવનારો આંક, HIV, મેલેરિયા અને TBથી થયેલા કુલ મૃત્યુ આંકને છોડ્યો પાછળ
આપને જણાવી દઈએ કે, 28 ડિસેમ્બર, 1885નાં રોજ દેશનાં વિવિધ પ્રાંતોનાં રાજકીય અને સામાજિક વિચારધારાનાં લોકો મુંબઈનાં ગોકપલદાસ સંસ્કૃત કોલેજનાં મેદાનમાં એક મંચ પર એકઠા થયા હતા. આ રાજકીય એકતા એક સંગઠનમાં ફેરવાઈ જેનું નામ કોંગ્રેસ રાખવામાં આવ્યું. કોંગ્રેસ પાર્ટીનાં પ્રથમ અધ્યક્ષ શ્રી WC બેનર્જી હતા.
