દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે કેન્દ્રને કૃષિ કાયદાઓ પરત ખેંચવાની અપીલ કરતાં કહ્યું હતું કે ખેડુતો અસ્તિત્વ માટે વિરોધ કરી રહ્યા છે. નવેમ્બરના અંતિમ સપ્તાહથી સિંઘુ બોર્ડર પર વિરોધ કરી રહેલા હજારો ખેડૂતોને મળવા માટે બીજી વખત પહોંચેલા કેજરીવાલે કહ્યું કે, કોઈપણ કેન્દ્રીય પ્રધાનને ખેડૂતો સાથે ખુલ્લી ચર્ચા કરવાનું કહે છે, જે દર્શાવે છે કે આ કૃષિ કાયદા નફાકારક છે કે નુકસાનકારક. કેજરીવાલની સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હતા.

National / PMC બેંક મની લોન્ડરિંગ કેસમાં સંજય રાઉતની પત્નીને EDનું સમન્…
આ પહેલા 7 ડિસેમ્બરે કેજરીવાલ દિલ્હી-હરિયાણાની સિંઘુ બોર્ડર પરના ખેડૂતોને મળવા ગયા હતા. તેમણે કહ્યું, “ખેડુતો તેમના જીવન માટે પ્રદર્શન કરી રહ્યા છે. આ કાયદો તેમની જમીન છીનવી લેશે. હું હાથ જોડીને કેન્દ્રને અપીલ કરું છું કે આ ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચી લો. સિસોદિયાએ વિરોધ કરી રહેલા ખેડુતોને કહ્યું, “અમે બધી વ્યવસ્થાઓનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છીએ અને સુનિશ્ચિત કરીએ છીએ કે તમને (ખેડૂતોને) ઓછામાં ઓછી તકલીફ થાય.” સિસ્ટમની સમીક્ષા પણ કરી હતી.

PM MODI / દેશમાં પ્રથમ ડ્રાઈવર વગરની મેટ્રોટ્રેન પાટા પર દોડશે, આજે વડ…
નોંધનીય છે કે કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી કેન્દ્રના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને જોરદાર ટેકો આપી રહી છે. સિંઘુ સરહદ ઉપરાંત, મોટાભાગે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂત દિલ્હીની વિવિધ સરહદો પર નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
