ભારતીય પુરુષ હોકી ટીમે ઓસ્ટ્રેલિયા સામે 1-7 થી હાર મેેળવ્યા બાદ જબરદસ્ત વાપસી કરતા આર્જેન્ટિનાને 3-1થી માત આપી છે. આ સાથે ભારત આ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે. આર્જેન્ટિના ઓલિમ્પિક ચેમ્પિયન છે, પરંતુ ટીમ રિયો ઓલિમ્પિક પછી એક જેવી રહી નથી, ખાસ કરીને કોચ કાર્લોસ રેટેગુઇનાં ગયા પછી અને અહી ભારતીય ટીમે લાંબા સમય સુધી ગોલ વિનાની મેચમાં ત્રણ ગોલ કરી રિયો ઓલિમ્પિકની સુવર્ણ ચંદ્રક ટીમને માત આપી દીધી.
આ પણ વાંચો – કોરોનાની અસર / સાઉદી અરેબીયાએ નાગરિકોને આપી ચેતવણી, ભારત સહિત આ 16 દેશોની કરી મુસાફરી તો…
આ મેચમાં ડેબ્યૂ વિવેક સાગર પ્રસાદે શાનદાર પ્રદર્શન કરતા ભારત માટે લીડ અપાવતો ગોલ કર્યો અને ફરી પેનલ્ટી કોર્નર પર ત્રીજો ગોલ આવ્યો અને તેણે જીતને સુનિશ્ચિત કરી દીધી. અગાઉ પહેલા ક્વાર્ટરમાં, પાંચ મિનિટનો આંકડો પાર કર્યા પછી, રમત સંપૂર્ણ રીતે વોર્મ થઈ ગઈ હતી. પરંતુ કોઈ ગોલ થયો ન હતો, ભારતે આ સમય દરમ્યાન ગોલની નજીક જવાનો અનેક વખત પ્રયાસ કર્યો, પરંતુ આર્જેન્ટિના નિષ્ફળ રહ્યુ. આ સાથે નિર્ણાયક પૂલ મેચમાં એક ગોલહીન ક્વાર્ટર પસાર થયું. ભારત વિ. આર્જેન્ટિના પુરુષોની હોકી પૂલ રમતમાં હાફ ટાઈમ સુધી રમત પહોંચી હતી, જેમાં પહેલા બે ક્વાર્ટર્સમાં કોઈ ગોલ થયો ન હતો. પરંતુ તે પછી વરુણ કુમારે પોતાની ટીમને 1-0 થી પેનલ્ટી કોર્નર સ્ટ્રાઇક સાથે ત્રીજા ક્વાર્ટરમાં ભારતને આગળ કરી દીધુ હતુ.
Tokyo Olympics | India beat Argentina 3-1 in men's hockey Pool A match pic.twitter.com/OTeoDmsSBt
— ANI (@ANI) July 29, 2021
આ પણ વાંચો – આસામ સરકારનો મહત્વનો નિર્ણય / ઓલિમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓને સરકારી નોકરી મળી શકશે
જો કે આર્જેન્ટિનાએ ભારત સામે 1-1થી બરોબરી કરી દીધી હોવાથી આ ખુશી વધુ સમય સુધી ટકી ન હોતી. પેનલ-કોર્નરને ગોલમાં ફેરવી કેસેલા શુથે તેની ટીમને રાહતનો શ્વાસ આપ્યો. પરંતુ મેચમાં તે આર્જેન્ટિના માટે રાહતની ક્ષણ જ હતી, કેમ કે વિવેક સાગર પ્રસાદે શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે ગોલ નોંધાવ્યો હતો અને ફરીથી હોકી ઈન્ડિયાને 2-1થી આગળ લઈ ગયો હતો. આ એક ફિલ્ડ ગોલ હતું જે ઓલિમ્પિક્સમાં ભારતનો ત્રીજો ઓવર ફીલ્ડ ગોલ છે. આ પછી, ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો જે તેમનો 8 મો પેનલ્ટી કોર્નર હતો. આ કોર્નરે ભારતને બીજો ગોલ આપ્યો હતો જે હરમનપ્રીત સિંહે કર્યો હતો, ત્યારબાદ ભારતની જીત પાક્કી થઇ ગઇ હતી. ભારતીય પુરુષ હોકી ટીમની છેલ્લી મેચ જાપાન સામે છે, જેમા તેમનુ પ્રદર્શન પર સૌની નજર રહેશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
