કોરોના વાઇરસની રસી ને લઈને સામાન્ય જનતાથી અને નેતાઓમાં ઉત્સુકતાની સાથે દ્વિધા પણ જોવા મળી રહી છે. પ્રથમ રાઉન્ડમાં કયા દિગ્ગજોને વ્યક્તિને આપવામાં આવશે તે અંગે લોકો અટકળો કરી રહ્યા છે. તેની વચ્ચે કેટલાક નેતાઓ એવા છે કે જેમને કોરોના વેક્સિન તેમજ ભાજપની સરકાર પર અવિશ્વાસ છે. આ શ્રેણીમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કોરોના રસીને લઈને મોટો નિવેદન આપ્યું છે. ભાજપ પર પ્રહાર કરતા યુપીના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે હું કોરોના વાયરસની રસી લગાવીશ નહીં, કારણ કે મને ભાજપ પર વિશ્વાસ નથી.

work from home / વર્ક ફ્રોમ હોમ માટે સરકારનો ડ્રાફ્ટ જાહેર, એપ્રિલમાં થઈ શકે …
વિદેશમાં જે રીતે શરૂઆતમાં ટ્રમ્પ કોરોનાની વેક્સિન માટે દૂર ભાગી રહ્યા હતા અને અમેરિકાની વર્તમાન બિડેન સરકારને સહકાર આપી રહ્યા ન હતા તે જ રીતે દેશમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે, જે સરકાર તાળીઓ પાડી રહી છે અને થાળી વગાડી રહી હતી તે રસીકરણ માટે આટલી મોટી સાંકળ કેમ બનાવે છે. માત્ર તાળી અને થાળી દ્વારા જ કોરોનાને ભગાડી દયો ને.

arrested / અમિત શાહ તેમજ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવી પડી ભારે,આ ક…
આ ઉપરાંત અખિલેશ યાદવે જણાવ્યું હતું કે , “હું અત્યારે કોરોના વાયરસની રસી નહી લઉ. હું ભાજપની રસી ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકું જ્યારે અમારી સરકાર બનશે ત્યારે દરેકને મફત રસી મળશે. અમે ભાજપની રસી નહી લઇ શકીએ.
કૃષિ આંદોલન / પ્રદર્શન કારી ખેડૂતની યુપી દરવાજા પર આત્મહત્યા, સુસાઇડ નોટમા…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
