છત્તીસગઢના ધામતારીમાં માતાની દારૂ પીવાની લતથી દોઢ મહિનાનાં માસૂમનું મોત થયું હતું. બાળકીના રડતાં અને ચીસો પાડવાને કારણે નશામાં ધૂત માતાની ઉંઘ ખુલ્લી ન હતી. આખી રાત દૂધ માટે રડતા બાળકનું આખરે મોત નીપજ્યું હતું. આ સિવાય બાળકીના મોતથી અજાણ માતા સવારે જાગી ગઈ હતી અને ફરીથી દારુ પીને સૂઈ ગઈ હતી. બાદમાં પડોશીઓને આશંકા થતાં તેઓ મહિલાના ઘરે પહોંચી ગયા હતા. ત્યાં બેભાન માતા અને બાળકીને જોઇને તેણે તુરંત પોલીસને જાણ કરી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટીમના જણાવ્યા અનુસાર તપાસમાં ભૂખના કારણે બાળકીનું મોત નીપજ્યું હોવાની સંભાવના છે. જોકે પોલીસ ઘટનાના અન્ય પાસાંઓની પણ તપાસ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલાનું નામ રાજમીત કૌર તરીકે જણાવવામાં આવી રહ્યું છે. તેનો પતિ હરમીત મોટર મિકેનિક છે. તેઓને એક બાળકી છે, સ્થાનિક લોકોએ જણાવ્યું કે રાજમીત કૌર દિવસ-રાત દારૂ પીવે છે. તે હંમેશા નશામાં હોય છે. તેનો પતિ કોઈ કામ માટે શહેરની બહાર ગયો હતો. શુક્રવારે સાંજે રાજમીતે વધુ પડતો દારૂ પીધો હતો. બેભાન રાજમીત નશામાં ક્યારે સૂઇ ગઇ તે તેને ખબર ન પડી. આ દરમિયાન તેની દોઢ મહિનાની પુત્રી નજીકમાં સૂતી હતી.
નશામાં બેભાન રાજમીતને પણ બાળકીની ચિંતા નહોતી. બાળક આખી રાત દૂધ માટે રડતું રહ્યું, પણ માતા જાગી નહીં. દારૂના નશામાં માતાને ખબર નહોતી કે તેની બાળકી ભૂખથી રડી રહી છે. સવાર સુધીમાં પડોશીઓએ બાળકીનો રડવાનો અવાજ સાંભળીને રાજમીતના ઘરે પહોંચ્યા, ત્યાં સુધીમાં મુસમનું મોત થયું હતુ.

આ ચોંકાવનારી ઘટનાથી વિસ્તારના લોકો ચોંકી ઉઠ્યા છે. ખાસ કરીને નશામાં પડી ગયેલી માતાની બેદરકારી પર લોકો આશ્ચર્યચકિત થાય છે કે કેવી રીતે તેને બાળકીની સંભાળ લીધી ન હતી. પોલીસે જણાવ્યું કે મહિલા ડ્રગને કારણે વાત પણ કરી શકતી નહોતી. બાદમાં જ્યારે મહિલાનો પતિ હરમીત ઘરે પહોંચ્યો ત્યારે તે પણ નશામાં હતો.
