દેશનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર રાજનેતાઓ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વળી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતનાં પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. આ અવસર પર PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. જણાવી દઈએ કે આ વર્ષે ભારતનાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની 132મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર, 1889નાં રોજ અલ્હાબાદ (પ્રયાગરાજ)માં થયો હતો. આ દિવસને ભારતમાં ‘બાળ દિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો – રાજકોટ / શહેરમાં વધતા કેસોને લીધે કાલથી એરપોર્ટ, બસપોર્ટ અને રેલવે સ્ટેશન પર મુસાફરોનું સ્ક્રીનિંગ-ટેસ્ટીંગ શરૂ કરાશે
ચાચા નેહરુ તરીકે ઓળખાતા પંડિત જવાહરલાલ નેહરુને બાળકો પ્રત્યે ઘણો પ્રેમ હતો. 1956 પહેલા ભારત દર વર્ષે 20 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરતું હતું કારણ કે સંયુક્ત રાષ્ટ્રએ 1954માં આ દિવસને સાર્વત્રિક બાળ દિવસ તરીકે જાહેર કર્યો હતો. 1964માં નેહરુનાં મૃત્યુ પછી, તેમની જન્મજયંતિનાં દિવસે 14 નવેમ્બરને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે જાહેર કરવા માટે સંસદમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારથી, ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવે છે. આજે દેશનાં પ્રથમ PM નાં જન્મજયંતિ નિમિત્તે દેશનાં તાજેતરનાં PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યુ કે, પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.
Tributes to Pandit Jawaharlal Nehru Ji on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 14, 2021
મહારાષ્ટ્ર સરકારનાં મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં નેતા નવાબ મલિકે પણ ભારતનાં પ્રથમ PM નેહરુને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા છે. NCP નેતાએ લખ્યું, ‘ભારતનાં પ્રથમ વડા પ્રધાન, રાજકારણી અને દૂરંદેશી વિદ્વાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.’ તેમણે બાળ દિવસનાં અવસરે તમામ બાળકોને અભિનંદન પણ પાઠવ્યા. મંત્રી ધનંજય મુંડેએ મરાઠીમાં ટ્વિટ કર્યું, ‘આધુનિક ભારતનાં શિલ્પકાર અને દેશનાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ પર હાર્દિક શુભેચ્છાઓ.
Remembering India's first Prime Minister, a statesman and a visionary scholar Pandit Jawaharlal Nehru on his birth anniversary. Also wishing all the children a very Happy Children's Day.#JawaharlalNehru#ChildrensDay pic.twitter.com/YsMVxil4TF
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 14, 2021
આ પણ વાંચો – ફુલગુલાબી ઠંડીનો આનંદ / ગુજરાતમાં વધતો ઠંડીનો ચમકારો, જાણો કયા કેટલું નોંધાયું તાપમાન
કોંગ્રેસ પાર્ટીએ પણ પંડિત નેહરુને શ્રદ્ધાંજલિ આપી છે. નેહરુ અનેક વખત કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યું, “દરેક શબ્દ, દરેક કાર્ય, દરેક બલિદાન, પંડિત નેહરુજીએ સાચા રાષ્ટ્રવાદનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. નેહરુએ આપણા દેશની એકતા માટે, આપણા દેશની વિવિધતા માટે, આપણા દેશની સમૃદ્ધિ માટે અતૂટ સમર્પણ દર્શાવ્યું છે.”
Every word, every act, every sacrifice Pandit Nehru ji made exemplified true nationalism – an unwavering dedication to our nation's unity, to our nation's diversity, to our nation's prosperity.#CongressKeVichaar#RememberingNehru pic.twitter.com/bXivntUKAB
— Congress (@INCIndia) November 14, 2021
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન બે અલગ સ્વતંત્ર દેશો બન્યા પછી 15 ઓગસ્ટ 1947નાં રોજ નેહરુ સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રધાન બન્યા. તેમને 1963માં પહેલો હાર્ટ એટેક આવ્યો હતો, બીજો જાન્યુઆરી 1964માં અને થોડા મહિના પછી ત્રીજો હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું. તેમની પુત્રી ઈન્દિરા ગાંધી 1966 થી 1977 સુધી ભારતનાં વડાપ્રધાન રહ્યા હતા.
