Interesting/ મધ્યરાત્રિએ ઘરમાંથી આવી રહ્યો હતો અવાજ, મહિલાએ જઇને જોયુ તો રસોડામાં ઉભો હતો હાથી

માણસોએ પોતાના સ્વાર્થ માટે જંગલોને આડેધડ કાપી નાખ્યા છે.

Ajab Gajab News

માણસોએ પોતાના સ્વાર્થ માટે જંગલોને આડેધડ કાપી નાખ્યા છે. આ કારણે ઘણા પ્રાણીઓને તેમનો પ્રાકૃતિક નિવાસ ગુમાવવો પડ્યો. જંગલોને કાપવાનાં કારણે તેમની પાસે ખાવા-પીવાની અછત ઉભી થઇ છે. આ કારણોસર ખાવાની શોધમાં ઘણીવાર આ જંગલી જાનવરો માણસોનાં ઘરો સુધી આવી ગયા છે.

આ જ બાકી હતુ! / છત્તીસગઢમાંથી 800 કિલો ‘છાણ’ ચોરાયું, પોલીસે પણ ખંજવાળ્યુ માથુ

જ્યારે પ્રાણીઓ માનવ વસવાટમાં આવે છે, ત્યારે માણસ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે, તેમને મારવા અને ભગાડવાનું શરૂ કરે છે. તાજેતરમાં થાઇલેન્ડનાં હુઆ હિનમાં, એક જંગલી હાથી મધ્યરાત્રિએ એક દંપતીનાં ઘરે ઘૂસી ગયો હતો. તે પણ રસોડાની દિવાલ તોડીને આવી ગયા હતો. હાથીનું નામ પ્લેઇ બુન્હુયાય કહેવામાં આવી રહ્યું છે. તેણે રાતનાં બે વાગ્યે ત્યાં રહેતા રચડવાન ફૂંગપરસોપ્પોરનનાં ઘરે હુમલો કર્યો હતો. હાથીએ ઘરની રસોડાની દિવાલ તોડી દીધી અને પોતાની સૂઠ અંદર રસોડામાં નાખી ચોખાની બોરીથી અનાજ ચોરીને ખાવા લાગ્યો. રાત્રે દંપતીએ રસોડામાંથી અવાજો સાંભળ્યા ત્યારે તેઓએ અંદર જોયું. હાથીને ત્યાં અનાજ ખાતો જોઇને તેમણે તેનો એક વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જ્યાંથી તે વાયરલ થયો છે.

OMG! / મેટ્રોની અંદર મુસાફરી કરતો આ વાંદરાનો વીડિયો થયો વાયરલ , જાણો DMRC એ લોકોને શું અપીલ કરી

મહિલાએ જણાવ્યું કે, હાથીને જોઈને તેણી અને તેના પતિનાં પહેલા હોશ ઉડી ગયા હતા. હાથીએ રસોડાની દિવાલ પાડી દીધી હતી. જ્યારે તેઓએ બૂમો પાડી તો હાથી જંગલ તરફ ભાગી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ હાથીએ બે મહિના પહેલા જ તે વિસ્તારની રેકી કરી હતી. તેને આ વિસ્તારનાં ઘણા લોકોએ જોયો હતો. પણ પછી તે ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. હવે તે મધ્યરાત્રિએ ઘરની દિવાલ તોડીને ખાવાની ચોરી કરતા પકડાયો હતો. આ પછી દંપતીએ સ્થાનિક વન્યપ્રાણી અધિકારીઓને જાણ કરી હતી.