એલર્ટ/ રાજ્યમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ વધશે,હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

જરાતમાં કાળઝાળ ગરમી કાળો કહેર વર્તાવી રહી છે. હીટવેવની સાથે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. જેથી આગામી 2થી 3 દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Top Stories Gujarat

રાજ્યમાં ગરમીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે, હવે પારો ઉંચો જતા ગરમીનું પ્રમાણ પણ ખુબ વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે,  ગુજરાતમાં કાળઝાળ ગરમી કાળો કહેર વર્તાવી રહી છે. હીટવેવની સાથે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. જેથી આગામી 2થી 3 દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 28 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમ અને સૂકા પવનો ફૂંકાતા તાપમાનમાં 2થી 4 ડિગ્રી વધી શકે છે. શનિવારે 41.7 ડિગ્રી તાપમાન સાથે ભૂજ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યા હતા. તો અમદાવાદમાં પણ 41.2 ડિગ્રી સાથે અગવર્ષા જોવા મળી હતી. દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી વધીને 41.2 ડિગ્રી થઇ ગયું હતું. કાળઝાળ ગરમીના લીધે બપોરના સમયે લોકોને કામ વગર બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે. તો લોકો પણ ગરમીથી બચવા બપોરના સમયે ઘરમાં જ પૂરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે હીટવેવથી બચવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાનું આગ્રહ રાખવા તબીબો સલાહ આપી રહ્યા છે.

રાજ્યના કેટલાક વિસ્તાર માટે હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ગરમી નું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં પણ ગરમી વધશે.