Not Set/ વિશ્વમાં ગરીબ દેશો પાસે માત્ર 0.3% રસીનો ડોઝ, જ્યારે શ્રીમંત દેશો પાસે 82% છે: WHO

સમગ્ર વિશ્વ આજે કોરોનાવાયરસથી ત્રસ્ત થઇ ગઇ છે. મોટી સંખ્યામાં લોકો આ વાયરસનાં કારણે મોતને ભેટી ચુક્યા છે. જો કે હજુ પણ આ આંકડાઓ બંધ નથી થયા, તેમા દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે

Trending

સમગ્ર વિશ્વ આજે કોરોનાવાયરસથી ત્રસ્ત થઇ ગઇ છે. મોટી સંખ્યામાં લોકો આ વાયરસનાં કારણે મોતને ભેટી ચુક્યા છે. જો કે હજુ પણ આ આંકડાઓ બંધ નથી થયા, તેમા દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે આ વાયરસને આપણા જીવનથી દૂર કરવા માટે સમગ્ર વિશ્વને એક માત્ર વેક્સિન પર ભરોસો છે. પરંતુ વેક્સિન સમગ્ર દુનિયા સુધી પહોંચી શકશે અથવા તેટલી માત્રામાં દુનિયાનાં અલગ-અલગ દેશો પાસે છે ખરા? આ એક મોટો સવાલ છે.

મોટા સમાચાર / પાકિસ્તાનમાં થોડા દિવસોમાં આવી રહ્યુ છે કોરોનાથી પણ ભયાનક સંકટ, ઈમરાન ખાન માટે સૌથી મોટો પડકાર

આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીને કાબૂમાં કરવાનો એકમાત્ર રસ્તો વેક્સિન હોવાનુ એક્સપર્ટ કહી રહ્યા છે. પરંતુ રોગચાળાનાં આ સમયગાળા દરમિયાન, રસી સમૃદ્ધ દેશો દ્વારા કબજે કરવામાં આવી હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) નાં વડા ડો. ટેડ્રોસ અધાનોમ ગેબ્રેસીસે વેક્સિનની પહોંચને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, કોરોનાની વેક્સિન ગરીબ દેશોમાં માત્ર 0.3% જ પહોંચી શકી છે, જ્યારે શ્રીમંત દેશોમાં આ રસી 82% છે. એક કાર્યક્રમમાં ડો.ગેબ્રેસીસે કહ્યું હતું કે, વિશ્વભરમાં 1 અબજથી વધુ કોરોના રસીનાં ડોઝ છે. આમાંથી, 82% ડોઝ સમૃદ્ધ અને ઉચ્ચ મધ્યમ આવકવાળા દેશોની પાસે છે. WHO નાં વડાએ કહ્યું કે, માત્ર 0.3% ડોઝ ગરીબ દેશો પાસે પહોંચી છે. તેમણે કહ્યું, “આ સત્ય છે.” સૌથી મોટો પડકાર એ છે કે રોગચાળા દરમિયાન દરેક પાસે રસી પહોંચાડવી. કારણ કે આ રાજકીય, આર્થિક અને સામાજિક સ્થિરતાનો પાયો છે.”

રસીકરણ અભિયાન / ગુજરાતે 2.50 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો, પરંતુ હાલ રસીકરણ શરુ થઈ શકશે નહિ, આ છે મોટું કારણ

વળી વિશ્વમાં કોરોના સંક્રમણની ગતિ ઓછી થવાનું નામ નથી લઈ રહી. વર્લ્ડોમીટર અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 15 કરોડથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 31 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આવી સ્થિતિમાં, રસી એ કોરોના મહામારીને રોકવા માટેનું એકમાત્ર શસ્ત્ર છે. ઉલ્લેખનીય છે કે, આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કુલ કેસ 15 કરોડથી પણ વધારે પહોંચી ગયા છે. જ્યારે 31 લાખથી વદુ દર્દીઓ આ વાયરસની ઝપટમાં આવીને મોત ભેટી ચુક્યા છે. જો કે રિકવર દર્દીઓની વાત કરીએ તો 12 કરોડથી વધુ દર્દીઓ આ વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે. હાલમાં લગભગ 2 કરોડ દર્દીઓ એવા છે કે જેઓ આ વાયરસ સામે જીંદગીની જંગ લડી રહ્યા છે. ત્યારે હવે આ સ્થિતિમાં જો વેક્સિનની પૂરતી ડોઝ સમગ્ર વિશ્વનાં ખૂણે ખૂણા સુધી પહોંચી શકે તો આ વાયરસનો મૂળથી વિનાસ થઇ શકે છે.