દેશમાં જ્યાં કોરોના રસી બધાને ઝડપથી લાલગાવવામાં આવી રહી છે. તો બીજી તરફ, દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર,પુણે જેવા રાજ્યોમાં પણ ફરીથી લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. લોકોને ચિંતા છે કે ફરી એકવાર પહેલાની જેમ કોરોના પાછો ન આવી જાય. દરમિયાન ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો :શિકાર કરવા આવી બિલાડી, તો આ રીતે મરવાની એક્ટિંગ કરવા માંડી ચકલી, જુઓ આ વિડિયો
આ વીડિયોને શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કેમ લોકો રસીનો બીજો ડોઝ પછી પણ કોવિડ પોઝિટિવ થઇ રહ્યા છે’… તેઓએ જે વીડિયો શેર કર્યો છે તે જોવાનો આનંદ જ કંઇક અલગ છે. તમે આ વીડિયોમાં જોશો કે એક ટ્રેન ખૂબ જ ઝડપે આવી રહી છે. પછી એક વ્યક્તિ ટ્રેનની સામે આવી જાય છે અને નાચવાનું શરૂ કરે છે. ટ્રેન તેની નજીક આવતાં જ તે ટ્રેનને પગથી પાછળની તરફ ધકેલી દે છે.
Why people are getting Covid even after 2nd dose of vaccine… pic.twitter.com/XkVeYBmTB6
— Harsh Goenka (@hvgoenka) April 2, 2021
આ પણ વાંચો :કોરોના કાળમાં પહેરો માસ્ક, નહીં તો પોલીસ પકડી આપશે આવી સજા
લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધી આ વીડિયો 27 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયો પર ઘણી રમૂજી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ રજનીકાંતની કિસ ફિલ્મનો સીન છે’. તો બીજા એક યુઝરે લખ્યું – ‘રસીનો હજી ટ્રાયલ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો :નદીમાં એક સાથે તરતા જોવા મળ્યાં શાર્ક અને મગર, જુઓ મસ્તભર્યો આ વિડીયો
