ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ રાજ્યમાં 8,648 ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ, કેબિનેટ મંત્રી અર્જુન સિંહ સહિતના મંત્રીઓએ કર્યું મતદાન

કુલ 1 કરોડ 82 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રીસાઈડીંગ ઓફીસર સહિતનો પોલીંગ સ્ટાફ વિવિધ મતદાન મથકો પર તૈનાત છે.

Top Stories Gujarat Others
ગ્રામ પંચાયત

રાજ્યની 8 હજાર 684 ગ્રામ પંચાયત માં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિવિધ ગ્રામ પંચાયત માં વહેલી સવારથી મતદારો ઉમટ્યા છે. મહત્વનું છે કે સરપંચની ચૂંટણી માટે 27 હજાર 200 ઉમેદવારો વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. તો કુલ 1 કરોડ 82 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રીસાઈડીંગ ઓફીસર સહિતનો પોલીંગ સ્ટાફ વિવિધ મતદાન મથકો પર તૈનાત છે. ત્યારે આવામાં રાજકારણીઓ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો :રાજ્યમાં ગ્રા.પં.ચૂંટણી મતદાનમાં આ બે વિસ્તારમાં થયો આચારસંહિતાનો ભંગ

ચીખલી

રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલે  મતદાન કર્યું હતું.  ચીખલીના મજીગામ ખાતે તેઓ  મતદાન કરવા પહોંચ્યા હતા. જે બાદ તેઓએ કહ્યું હતું કે  લોકશાહીની પ્રક્રિયામાં સંયમ જળવાવો જોઈએ, હાલ સુધી મતદાન ખુબજ ઓછું થયું છે. સાથે સાથે નરેશ પટેલ સૌને મતદાન કરવા અપીલ કરી હતી.

સુરત

સુરતના ઓલપાડના નધોઈ ગામે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે મતદાન કર્યું હતું.  મંત્રી મુકેશ પટેલ સાથે તેમના પરિવારજનો પણ હાજર રહ્યા હતા  અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહત્વનું છે કે પોતાના ગામનો વિકસ કરે તેવા સરપંચને ચૂંટવામાં આવશે તેવી પ્રતિક્રિયા પણ આપી હતી.

બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ધાખા ગામમાં ધારાસભ્યએ મતદાન કર્યું હતું. ધારાસભ્યએ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું. આ દરમિયાન તેઓ વિધાનસભા અને લોકસભામાં પણ બેલેટ પેપરથી મતદાન કરવાની પ્રતિક્રિયા આપી હતી.

ખેડા

ખેડા જિલ્લામાં કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણે મતદાન કર્યું હતું.મહેમદાવાદના વાંઠવાડી ગામે પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. અને વધુમાં વધુ મતદાન કરવા માટે આહ્વાન કર્યું હતું.

છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં વિરોધપક્ષ નેતાએ મતદાન કર્યું હતું. લાઇનમાં ઉભા રહીને જામલી ખાતે વિરોધપક્ષ નેતા સુખરામ રાઠવાએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો.જ્યાં સુખરામ રાઠવાએ મીડિયા સાથેની વાતચીતમાં બેલેટ પેપરથી મતદાન થતા ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :રાજ્યમાં આટલી ગ્રામ પંચાયતો બિન હરીફ થઇ છે,જાણો સમગ્ર વિગત…

સાબરકાંઠા

સાબરકાંઠામાં રાજ્યકક્ષાના અન્ન અને પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે મતદાન કર્યું હતું.  તલોદના વક્તાપુર પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા.  ઉજેડીયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ માટે મતદાન કર્યું હતું.

આ પણ વાંચો :ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે વાંઠવાડીમાં કર્યું મતદાન,વધુ મતદાન કરવાની અપીલ

આ પણ વાંચો : છોટાઉદેપુરના જામલી ગામે વિરોધપક્ષના નેતાએ કર્યું મતદાન…