રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સામે મોરચો ખોલ્યો છે. નવાબ મલિકે છેલ્લા કેટલાક દિવસોમાં સમીર વાનખેડે પર આક્ષેપોનો માર ચલાવ્યો છે. નવાબ મલિકે ફરી એકવાર ટ્વીટ કરીને સમીર વાનખેડે પર હુમલો કર્યો છે.
આ પણ વાંચો :બિહારમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોનાં મોત
મહારાષ્ટ્ર સરકારના મંત્રી મલિકે એક તસવીર ટ્વિટ કરી છે. નવાબ મલિકે તસવીર ટ્વીટ કરીને લખ્યું કે કબૂલ હૈ, કબૂલ હૈ, કબૂલ હૈ. તેમણે પોતાના ટ્વિટમાં આગળ લખ્યું કે, આ તમે શું કર્યું સમીર દાઉદ વાનખેડે?
Photograph of Sameer Dawood Wankhede signing his 'Nikah Nama' pic.twitter.com/lSQz56RqoW
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 22, 2021
નવાબ મલિકે ટ્વીટ કરેલી આ તસવીરમાં ટોપી પહેરેલ એક વ્યક્તિ (નવાબ મલિક મુજબ, સમીર વાનખેડે) એક કાગળ પર સહી કરતાં જોવા મળે છે. આ નિકાહનામા કહેવામાં આવી રહ્યું છે.
નવાબ મલિકે એ દિવસે નિકાહનામા પર હસ્તાક્ષર કરતી વખતે આ તસવીર જાહેર કરી છે જ્યારે તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બદનક્ષીની અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.
આ પણ વાંચો :આંધ્રપ્રદેશમાં પૂરના લીધે અત્યાર સુધી 31 લોકોનાં મોત,અનેક ગામડાઓમાં ભારે તારાજી
સમીર વાનખેડેના પિતાએ મલિક વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિની અરજી દાખલ કરી સવા કરોડ રૂ. સમીર વાનખેડેના પિતાએ પણ કોર્ટ પાસે માંગ કરી છે કે નવાબ મલિકને સોશિયલ મીડિયા પર તેમના પરિવાર વિરુદ્ધ અપમાનજનક નિવેદનો આપવાથી રોકવામાં આવે. બોમ્બે હાઈકોર્ટ આજે આ મામલે પોતાનો ચુકાદો આપી શકે છે.
આપને જણાવી દઈએ કે મલિકે સમીર વાનખેડે પર મુસ્લિમ હોવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમણે પોતાને અનુસૂચિત જાતિનો હોવાનો દાવો કરીને નકલી પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી હતી. નવાબ મલિકની ટીમે બોમ્બે હાઈકોર્ટને પુરાવા તરીકે સમીર વાનખેડેના શાળા પ્રવેશ ફોર્મ અને પ્રાથમિક સ્તરના શાળાના પ્રમાણપત્રો આપ્યા હતા.
નવાબ મલિકની ટીમે એવો પણ દાવો કર્યો હતો કે સમીર વાનખેડેએ પોતાને બચાવવા માટે બનાવટી પ્રમાણપત્રો મેળવ્યા હતા. સમીર વાનખેડેની કાનૂની ટીમે કોર્ટમાં સમીર વાનખેડેનું જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યું, જેમાં તેનું નામ સમીર જ્ઞાનદેવ વાનખેડે તરીકે નોંધાયેલું છે.
આ પણ વાંચો :ઓવૈસીએ NPR અને NRCના કાયદા મામલે મોદી સરકારને શું કહ્યું જાણો…
આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ આગ્રા હાઇકોર્ટની બેન્ચની સ્થાપના મામલે શું કહ્યું…
આ પણ વાંચો :મૃતક અલ્તાફના પિતાએ પ્રિયંકા ગાંધીને પત્ર લખીને કરી આ માંગ…
