સમગ્ર વિશ્વને કોરોના મહામારી આપનાર ચીનમાં એક રેતીનાં તોફાને તાંડવ શરૂ કરી દીધુ છે. જણાવી દઇએ કે, ચીનનાં દુનહુઆંગ શહેરનો એક ખતરનાક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દુનહુઆંગ શહેર નજીક ગોબી રણમાં અચાનક તોફાન ફાટી નીકળતાં સમગ્ર શહેર રેતીથી ઠંકાઇ ગયુ હતું. દુનહુઆંગ શહેરમાં 300 ફુટથી વધુ ઉંચાઇ પર રેતીનું તોફાન જોવા મળ્યું હતુ. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે આ રેતીનું તોફાન કેટલું જોખમી હતું. વીડિયોમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે સમગ્ર શહેર રેતીનાં તોફાનથી ઠંકાઇ ગયુ હતું.

રેતીનાં તોફાનનાં કારણે દુનહુઆંગ શહેરમાં Visibility 20 ફુટથી પણ ઓછી થઇ ગઇ હતી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રવિવાર (25 જુલાઇ) નાં રોજ સ્થાનિક સમયનાં 3 વાગ્યાની આસપાસ દુનહુઆંગનાં પ્રાચીન સિલ્ક રોડ પર વાવાઝોડુ આવ્યુ હતુ. એક ભયાનક વીડિયો સ્થાનિક રહેવાસી દ્વારા તેના કેમેરા પર રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને તેણે આ ખતરનાક ક્લિપ ટ્વિટર પર શેર કરી હતી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
બેદરકારી / ત્રીજી લહેરની આશંકા વચ્ચે મહાકાળનાં દર્શન કરવા પહોંચ્યા લોકો, ઘણા થયા ઈજાગ્રસ્ત, Video
Sandstorm today, #Dunhuang #沙尘暴 #敦煌 pic.twitter.com/XDpyhlW0PV
— Neil Schmid 史瀚文 (@DNeilSchmid) July 25, 2021
એનબીસી ન્યૂઝનાં અહેવાલ મુજબ રેતીનાં તોફાનને કારણે શહેરમાં લોકો વાહન ચલાવી શકતા નથી. Visibility ખૂબ ઓછી હતી. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસે શહેરનાં મુખ્ય માર્ગો બંધ કરી દીધા હતા. રેતીનાં તોફાનને કારણે ઉંચી ઇમારતો પણ દેખાતી ન હોતી. ચીનનાં દુનહુઆંગ શહેર તેના કઠોર વાતાવરણ માટે જાણીતું છે.
ટોક્યો ઓલિમ્પિક્સ / આ 5 સુંદરીઓ પાસે Tokyo Olympic માં મેડલ જીતવાની રહેશે તક
Mhmm… after the flood and tornado, there was dust storm in Dunhuang, northwestern China.
Speaking of, it’s been days, where’s #CCP’s general Secretary Xi? Still hiding away from the disaster?Vid @SCMPNews https://t.co/XsOD6Algp7 pic.twitter.com/16yMMgOr1B
— Nikki 🇺🇸 🌸 (@nikki_miumiu) July 26, 2021
આ રેતીનું તોફાન કેટલુ ભયાનક છે તે આ વીડિયો જોયા પછી તમને તેનો અંદાજો આવી જશે. આ રેતીનાં તોફાનથી નજીકના પાર્કમાં પ્રવાસીઓને બચાવવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવી પડી હતી. રેતીનાં તોફાનમાં પાર્કમાં બેઠેલા લોકોનો તમામ સામાન ઉડી ગયો હતો. પડોશીઓને ઘટના બાદ કેટલાક કલાકો સુધી માસ્ક અને ગોગલ્સ પહેરવાની સલાહ આપવામાં આવી હતી.
આસામ-મિઝોરમ હિંસા / રાહુલનો ગૃહમંત્રી પર કટાક્ષ, કહ્યુ- તમે નફરત અને અવિશ્વાસ વાવીને દેશને નિષ્ફળ બનાવ્યો

એક સ્થાનિક પ્રવાસ માર્ગદર્શિકાએ કહ્યું કે, તેણે સાંજે એક સુંદર સૂર્યાસ્તની આગાહી કરી હતી, પરંતુ જોરદાર પવનથી અચાનક રેતીનું તોફાન સર્જાયું. જોકે આ ફક્ત થોડા સમય માટે જ હતું, પરંતુ તે જેયલો સમય હતુ એવુ લાગી રહ્યુ હતુ કે, જાણે હવે દુનિયાનો અંત જ આવી ગયો છે.
