Not Set/ TRB જવાનોની તોડબાજીની ફરિયાદોના પગલે ટ્રાફિક JCP નો નિર્ણય

અમદાવાદ ટ્રાફીક પોલીસની અયોગ્ય કામગીરી અને ખોટી રીતે દંડ વસુલવાની પદ્ધતી સામે સવાલો ઉઠી રહ્યા હતા.

Ahmedabad Gujarat

ગુજરાતમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઉઘરાવવાં આવતા દંડથી લગભગ બધા જ વાહનચાલકો ડરતા હોય છે. બધા પાસે એકાદ એવું કારણ તો હોય જ છે જે ટ્રાફિકના નિયમોનો ભંગ ગણાય જાય અને તેના માટે દંડ ભરવાની હાલત થઈ જાય. તેમાં  અમદાવાદવાસીઓ પણ આમાંથી બાકાત નથી. અમદાવાદમાં ટ્રાફીકના નિયમોનું ચુસ્ત પાલન થાય એ માટે સીસીટીવી અને પોલીસ કર્મી જેવી સુવિધાઓ પણ છે. આમ પણ અમદાવાદ એ  વિકસતું શહેર છે . ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે .

આ પણ વાંચો :૨૦૦ કરોડના ખર્ચે ‘સરદારધામ’ કન્યા છાત્રાલય નું વડાપ્રધાનના હસ્તે કાલે ઈ-ખાતમુહૂર્ત થશે

પણ હવે ટ્રાફિક પોલીસ એક એવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેના વિશે જાણીને વાહનચાલકોને થશે રાહત થશે. અમદાવાદ ટ્રાફીક પોલીસની અયોગ્ય કામગીરી અને ખોટી રીતે દંડ વસુલવાની પદ્ધતી સામે સવાલો ઉઠી રહ્યા હતા. સરદાર પટેલ રિંગરોડ પર ટ્રાફીક પોલીસની દાદાગીરી અને દંડની વસુલાતના નામે વાહનચાલકોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદો વારંવાર મળતી હતી. જેના પગલે હવે સરદાર પટેલ રિંગરોડ પર ટ્રાફિક પોલીસ દંડ નહી વસુલે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ૈતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ ફરજ પર રહેશે પરંતુ કોઇ પણ પ્રકારનો દંડ નહી વસુલી શકે.

આ પણ વાંચો :સોલા સિવિલમાંથી ગુમ થયેલી નવજાત આખરે સાત દિવસ બાદ મળી આવી

વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર પરેશાન કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. ટ્રાફિક પોલીસના કર્મચારીઓને રોટેશન પ્રમાણે ફરજ પર રાખવામાં આવશે. વાહન ચાલકોને આ નિર્ણયના કારણે ખાસ કરીને રિંગરોડ પરથી પસાર થતા ખટારા અને હેવી વાહનોના ચાલકોને મોટી રાહત થશે.