દિલ્હી કસ્ટમ્સે શુક્રવારે ટ્વીટ કર્યું કે કસ્ટમ્સ AIU અને IGI એરપોર્ટના અધિકારીઓએ 28/8 ની રાત્રે ગ્રીન ચેનલમાં દુબઈથી આવતા બે ઉઝબેકિસ્તાનના નાગરિકોને પકડ્યા છે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દુબઇથી આવતા બે ઉઝબેકિસ્તાનના નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. મોઢામાં છુપાવીને સોનાની દાણચોરી કરવાના કેસમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટ પર સર્ચ દરમિયાન દાંતના રૂપમાં 951 ગ્રામ સોનું અને તેના મોઢામાંથી ધાતુની સાંકળ મળી આવી હતી.
Officers of Customs AIU, IGI Airport apprehended 2 Uzbeki nationals on 28/8 night coming from Dubai in the Green Channel. On search, 951 gms gold in form of dentures and a metallic chain was recovered from their oral cavity. pic.twitter.com/E8FIw6ZqRP
— Delhi Customs (@Delhicustoms) September 10, 2021
દિલ્હી કસ્ટમ્સે શુક્રવારે ટ્વીટ કર્યું કે કસ્ટમ્સ AIU અને IGI એરપોર્ટના અધિકારીઓએ 28/8 ની રાત્રે ગ્રીન ચેનલમાં દુબઈથી આવતા બે ઉઝબેકિસ્તાનના નાગરિકોને પકડ્યા છે. તપાસ દરમિયાન તેના મોઢામાંથી 951 ગ્રામ સોનાના દાંત અને ધાતુની સાંકળ મળી આવી હતી. બંનેની ધરપકડ કર્યા બાદ તેમના મોઢામાંથી છુપાયેલું સોનું મળી આવ્યું હતું. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે
