રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 26મો દિવસ છે. જણાવી દઈએ કે રશિયન સેનાએ સોમવારે યુક્રેનના સૈન્ય ઠેકાણાઓને હાઈપરસોનિક અને ક્રુઝ મિસાઈલથી નિશાન બનાવ્યા હતા. સતત વિનાશ છતાં, યુક્રેન પીછેહઠ કરવા તૈયાર નથી. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ શસ્ત્રો નહીં મૂકે. તેમણે એમ પણ કહ્યું કે અમે પુતિન સાથે વાતચીત માટે તૈયાર છીએ.
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ભલે મંત્રણા માટે સંમત થયા હોય, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે જો આ મંત્રણા નિષ્ફળ જશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. આ બધાની વચ્ચે અમેરિકાએ ફરી એકવાર યુક્રેનના શરણાર્થીઓ માટે પોતાની તિજોરી ખોલી દીધી છે. અમેરિકા મોલ્ડોવાને 30 મિલિયન ડોલરની સહાય આપવા જઈ રહ્યું છે.
ઝેલેન્સ્કીએ કહ્યું કે, હું સમજું છું કે વાતચીત કર્યાં વગર અમે આ યુદ્ધને અટકાવી શકતા નથી. હું તેમની (પુતિનને) સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે, ઝેલેન્સ્કીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે કે જ્યારે રશિયાએ યુક્રેનના મુખ્ય શહેરો પર હુમલાઓ તેજ કરી દીધા છે. યુક્રેને રશિયા પર યુદ્ધ અપરાધનો આરોપ લગાવ્યો છે, જેમાં અનેક બાળકો અને મહિલાઓના મોત થઈ ચૂક્યા છે.
ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું કે, જો આ યુદ્ધને રોકવાના એક ટકા પણ ચાન્સ છે તો હું સમજું છું કે આપણે આ પગલું ઉઠાવવાની હિંમત કરવી જોઈએ. જણાવી દઈએ કે, ઝેલેન્સ્કીએ આ અગાઉ પણ ચેતવણી આપી ચૂક્યા છે કે, યુક્રેનની વચ્ચે સંઘર્ષ આ પ્રકારે વધતો રહ્યો તો સમગ્ર દુનિયા તેની ચપેટમાં આવી શકે છે અને આ લડાઈ એક વૈશ્વિક સંઘર્ષનું રૂપ લઈ શકે છે.
બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રવિવારે ઇઝરાયેલને રશિયા સામે કડક વલણ અપનાવવા વિનંતી કરી હતી અને રશિયાના દેશ પરના આક્રમણની તુલના નાઝી જર્મનીની કાર્યવાહી સાથે કરી હતી. ઇઝરાયેલના ધારાશાસ્ત્રીઓને સંબોધતા, ઝેલેન્સકીએ કહ્યું કે તે ઇઝરાયેલ માટે સમય છે, જે યુક્રેન અને રશિયા વચ્ચે મુખ્ય વાટાઘાટકાર તરીકે ઉભરી આવ્યું છે, તે નક્કી કરે કે તે કોની સાથે છે.
તેમણે કહ્યું કે ઇઝરાયલે રશિયા પર પ્રતિબંધો લાદીને અને યુક્રેનને શસ્ત્રોની સપ્લાય કરીને તેના સાથી પશ્ચિમી દેશોનું પાલન કરવું જોઈએ. ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેન સામે “અંતિમ ઉકેલ” પર કામ કરવાનો આરોપ લગાવ્યો. ફાઇનલ સોલ્યુશન શબ્દનો ઉપયોગ નાઝી જર્મની દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 60 લાખ યહૂદીઓના આયોજિત નરસંહાર માટે કરવામાં આવ્યો હતો. યહુદી ધર્મ સાથે જોડાયેલા ઝેલેન્સકીએ એમ પણ કહ્યું હતું કે રશિયન મિસાઈલે બાબી યાર પર પણ હુમલો કર્યો છે. બાબી યાર એ 1941ના નરસંહારમાં જીવ ગુમાવનારા યહૂદીઓની યાદમાં બનેલું સ્મારક છે, જે યુક્રેનમાં આવેલું છે.
આ પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્વના લીધે આ દવાની માંગમાં વધારો થતાં ભાવ આસમાને,જાણો વિગત
આ પણ વાંચો : સેરોગેસી દ્વારા જન્મેલા બાળકો બંકરમાં તેમના માતાપિતાની જોઈ રહ્યા છે વાટ
આ પણ વાંચો :શ્રીલંકામાં કલાકો સુધી ઇંધણ માટે લાઇનમાં ઉભા રહેવાથી 2 લોકોના મોત, પેપરના અભાવે પરીક્ષા રદ!
આ પણ વાંચો :બ્રિટનના PM બોરિસ જોન્સને ચીનને જાણો શું કહ્યું….
