Not Set/ 1.15 લાખ કિમીની સફર કર્યા બાદ 144 શહીદ જવાનોના ઘરની માટી ચઢાવી શીરે

14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામા હુમલા વિશે જાણ્યા પછી ઉમેશ ગોપીનાથે નોકરી છોડી દીધી અને શહીદોના પરિવારોને મળવાનું અને તેમના ઘરની બહારથી માટી એકત્રિત કરવાનું નક્કી કર્યું

Top Stories India
umesh gopinath jadav

14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલાની વરસી હતી. સામાન્ય માણસથી લઈને દરેક મહાનુભાવોએ પણ વિશેષ રીતે  40 શહીદ સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કે જેમણે દેશ માટે પોતાનો જીવ ન્યોછાવર કર્યો. પરંતુ બેંગ્લોરમાં રહેતા ઉમેશ ગોપીનાથ જાધવ, ભૂતપૂર્વ ફાર્મસી પ્રોફેસર અને સંગીતકાર, શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની અનોખી રીત વિશે જાણીને તમારી આંખો ભીની થઈ જશે અને તમે તેમને સલામ કર્યા વિના રહી શકશો નહીં.

14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામા હુમલા વિશે જાણ્યા પછી ઉમેશ ગોપીનાથે નોકરી છોડી દીધી અને શહીદોના પરિવારોને મળવાનું અને તેમના ઘરની બહારથી માટી એકત્રિત કરવાનું નક્કી કર્યું. 9 એપ્રિલ 2019 ના રોજ, તેની પત્ની અને પુત્રીને ઘરે છોડી તે પોતાનો ઉદ્દેશ પૂર્ણ કરવા માટે નીકળી પડ્યા.

સોમવારે ઉમેશ ગોપીનાથ જાધવ રોડ માર્ગે 1.15 લાખ કિલોમીટરની સફર પૂર્ણ કરીને બેંગલુરુ પહોંચ્યા હતા. તેમની મુલાકાતમાં, તેઓ માત્ર પુલવામાના શહીદોના પરિવારોને જ નહીં પરંતુ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ, કારગીલ યુદ્ધ, ઉરી હુમલો, પઠાણકોટ હમાલા, ઓપરેશન રક્ષક, ગલવાન સંઘર્ષ અને તાજેતરમાં કુન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા.  જેમાં દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું અવસાન થયું હતું.

તેમના પ્રવાસ પાછળ એક રસપ્રદ વાર્તા છે. ઉમેશ જાધવ ગયા વર્ષે 14 ફેબ્રુઆરીએ અજમેરમાં સંગીત સમારંભ બાદ બેંગલુરુ સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. જયપુર એરપોર્ટ પર ટીવી સ્ક્રીન પર સતત સમાચાર વહેવા લાગ્યા કે આત્મઘાતી હુમલાખોરોએ CRPFના કાફલા પર હુમલો કર્યો. ટીવી પર એ વિચલિત કરી દેનારું દ્રશ્ય વાગવા લાગ્યું કે તરત જ તેણે મનમાં કહ્યું કે તેણે શહીદ પરિવારો માટે કંઈક કરવું છે. ત્યારબાદ તેણે શહીદોના ઘરેથી માટી એકઠી કરવાનો નિર્ણય કર્યો. તેઓ પુલવામાના શહીદોની માટીમાંથી એક સ્મારક બનાવી ચૂક્યા છે. અને હવે તે દિલ્હીમાં અન્ય સ્મારક બનાવવા માટે અન્ય શહીદોના ઘરેથી એકત્રિત કરવામાં આવેલી માટી પણ સંરક્ષણ દળોને સોંપશે.

ઉમેશ ગોપીનાથ જાધવનું કહેવું છે કે તેઓ સૌથી પહેલા માંડ્યામાં CRPF જવાન એચ. ગુરુના પરિવારના સભ્યોને મળ્યા હતા. “તમામ શહીદોના પરિવારોને મળવું શક્ય ન હતું, તેથી તેણે દેશના દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછા બે લોકોને મળવાનો પ્રયાસ કર્યો,” તે કહે છે. પરંતુ નાસિકમાં ચાર અલગ-અલગ પરિવારો મને મળવા આવ્યા હતા અને બધાએ પોતપોતાના ઘરની માટી ચારને બદલે એક જ કળશમાં ભેળવી હતી. તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. શહીદના પરિવારમાંથી કોઈએ મને મળવાની ના પાડી. ઘણા લોકોએ મને તેમના ઘરે રોકાવ્યો. જોકે, લોકડાઉનને કારણે આ કામમાં થોડો વિલંબ થયો હતો.

તેમની મુલાકાત દરમિયાન ગોપીનાથ જાધવ બે ફિલ્ડ માર્શલ જનરલ કે.એમ. કરિઅપ્પા અને જનરલ સેમ માણેકશા અને 26/11ના શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના ઘરેથી માટી પણ એકઠી કરી હતી.હવે જાધવ અને તેમના મિત્રો શહીદોના પરિવારો સાથે વાત કરવાની અને તેમની મુલાકાત વિશે એક ડોક્યુમેન્ટરી બનાવવાની યોજના બનાવી રહ્યા છે, જે તેઓ શહીદના પરિવારો અને સંરક્ષણ મંત્રાલયને આપશે.