WI vs ENG/ ઈંગ્લેન્ડના સાકિબ મહમૂદ અને જેક લીચે બનાવ્યો અનોખો રેકોર્ડ,ટેસ્ટ ઈતિહાસમાં 137 વર્ષ બાદ આવું બન્યું..

ઇંગ્લિશ ટીમ સસ્તામાં ઓલઆઉટ થઈ જશે. અહીંથી જેક લીચ અને સાકિબ મહમૂદે ઇનિંગ સંભાળી હતી. બંનેએ 10મી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી.

Top Stories Sports

ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ગ્રેનાડામાં રમાઈ રહી છે. ગુરુવારે (24 માર્ચ) મેચના પ્રથમ દિવસે, વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમનો નિર્ણય સાચો સાબિત થયો. વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ ઈંગ્લેન્ડને 204 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પ્રથમ દાવમાં ઇંગ્લિશ ટીમ તરફથી શાકિબ મહમૂદે 49 અને જેક લીચે 41 રન બનાવ્યા હતા.ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં એક સમયે 114 રનમાં નવ વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. એવું લાગતું હતું કે ઇંગ્લિશ ટીમ સસ્તામાં ઓલઆઉટ થઈ જશે. અહીંથી જેક લીચ અને સાકિબ મહમૂદે ઇનિંગ સંભાળી હતી. બંનેએ 10મી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી.

 મહમૂદ દિવસની છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. તે એક રનથી અડધી સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. જર્માઈન બ્લેકવુડનો બોલ તેના બેટ સાથે અથડાયો અને વિકેટમાંથી પસાર થઈ ગયો. જેક લીચ 41 રને અણનમ રહ્યો હતો.

સાકિબ મહમુદ પ્રથમ દાવમાં ટીમનો ટોપ સ્કોરર હતો. નંબર વન પર ઉતરેલા એલેક્સ લીસે 31 રન બનાવ્યા હતા. તે જ સમયે, 11માં ક્રમ પર રમી રહેલા શાકિબે 49 રન બનાવ્યા હતા. ટેસ્ટ ઈતિહાસમાં 137 વર્ષ પછી આવું બન્યું છે જ્યારે 10 અને 11 નંબરના બેટ્સમેને અન્ય નવ બેટ્સમેન કરતાં વધુ રન બનાવ્યા હતા. આ 1885 માં થયું હતું. ત્યારપછી ઈંગ્લેન્ડના ટોમ ગેરેટ અને એડવિન ઈવાન્સે ઓસ્ટ્રેલિયા સામે 10મા અને 11મા ક્રમ પર રમતી વખતે દાવમાં અન્ય બેટ્સમેન કરતા વધુ રન બનાવ્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટની વાત કરીએ તો પ્રથમ દાવમાં છ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. કેપ્ટન જો રૂટ અને જોની બેયરસ્ટો ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. સાકિબ મહમૂદ અને જેક લીચ પછી એલેક્સ લીસ (31), ક્રિસ વોક્સ (25), ક્રેગ ઓવરટોન (14), ડેનિયલ લોરેન્સ (આઠ), બેન ફોક્સ (7), જેક ક્રોલી (7) અને બેન સ્ટોક્સ (બે) હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેડન સીલ્સે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. કેમાર રોચ, કાયલ મેયર્સ અને અલ્ઝારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી. જર્માઈન બ્લેકવુડને સફળતા મળી હતી.