શ્રીલંકામાં ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. શ્રીલંકાની એડવોકાટા ઇન્સ્ટિટ્યૂટે મોંઘવારી પર ડેટા જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એક મહિનામાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં 15 ટકાનો વધારો થયો છે. આ વધારાનું સૌથી મોટું કારણ શાકભાજીના ભાવમાં થયેલો વધારો છે.
એડવોકાટા ઇન્સ્ટિટ્યૂટના બાથ કરી ઇન્ડિકેટર (BCI) દેશમાં છૂટક વસ્તુઓના ફુગાવાના આંકડા જાહેર કરે છે. બીસીઆઈએ અહેવાલ આપ્યો છે કે નવેમ્બર 2021થી ડિસેમ્બર 2021 વચ્ચે ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી 15 ટકા વધી છે.
તેનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં વધારો છે. જ્યાં શ્રીલંકામાં 100 ગ્રામ મરચાની કિંમત 18 રૂપિયા હતી તે હવે વધીને 71 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે એક કિલો મરચાની કિંમત 710 રૂપિયા થઈ ગઈ છે. એક જ મહિનામાં મરચાના ભાવમાં 287 ટકાનો વધારો થયો છે.
એ જ રીતે રીંગણના ભાવમાં 51 ટકા, લાલ ડુંગળીના ભાવમાં 40 ટકા અને કઠોળ, ટામેટાંના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. એક કિલો બટાકા માટે લોકોએ 200 રૂપિયા ચૂકવવા પડે છે. શ્રીલંકામાં આયાત ન થવાને કારણે દૂધના પાવડરની પણ અછત સર્જાઈ છે.
શાકભાજીના ભાવ
ટામેટા – રૂ.200/કિલો
રીંગણ – રૂ. 160/કિલો
ભીંડી – રૂ 200/કિલો
કારેલા – રૂ 160/કિલો
કઠોળ- રૂ 320/કિલો
કોબીજ – રૂ 240/કિલો
ગાજર – રૂ 200/કિલો
કાચા કેળા – રૂ 120/કિલો
એકંદરે, 2019 થી કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે અને ડિસેમ્બર 2020 ની સરખામણીમાં 37 ટકા વધી છે. આનો અર્થ એ થયો કે ડિસેમ્બર 2020માં ખાદ્યપદાર્થો પર સાપ્તાહિક રૂ. 1165નો ખર્ચ કરનાર ચાર જણનો સરેરાશ પરિવાર હવે એ જ વસ્તુ માટે રૂ. 1593 ચૂકવી રહ્યો છે.
