ઓસ્ટ્રેલિયાનાં સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે મંગળવારે દાવો કર્યો હતો કે, સનરાઇઝર્સ હૈદરાબાદ મેનેજમેન્ટે તેને IPL ની આ સીઝનમાં કેપ્ટનશિપમાંથી હટાવવાનું કોઇ કારણ આપ્યું નથી. IPL નાં પ્રથમ તબક્કામાં વોર્નરને કેપ્ટનશિપમાંથી હટાવ્યા બાદ ન્યૂઝીલેન્ડનાં કેન વિલિયમસનને સનરાઇઝર્સની કમાન સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો – IPL 2021 / ઈમોશનલ થયો વિરાટ કોહલી, RCB ની કેપ્ટનશીપ છોડતા પહેલા જાણો શું કહ્યુ
કેપ્ટનશીપ બદલવા છતાં સનરાઇઝર્સનું પ્રદર્શન સુધર્યું નહીં અને ટીમ IPL પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહી. ડેવિડ વોર્નરને છેલ્લી કેટલીક મેચોમાં પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. વોર્નરે એક સમાચાર પત્રને જણાવ્યું હતું કે, “ટીમનાં માલિકો, ટ્રેવર બેલિસ, લક્ષ્મણ, મૂડી અને મુરલીનાં તમામ યોગ્ય આદર સાથે, હું કહીશ કે કોઈપણ નિર્ણય સર્વસંમતિથી થાય છે. મારા માટે નિરાશાજનક બાબત એ હતી કે મને એ પણ કહેવામાં આવ્યું ન હતું કે મને કેપ્ટનશીપમાંથી કેમ પડતો મૂકવામાં આવ્યો છે. જો ફોર્મનાં આધારે નિર્ણય લેવામાં આવ્યો હોય તો તે મુશ્કેલ છે કારણ કે ભૂતકાળનાં પ્રદર્શનને નજરઅંદાજ ન કરવું જોઈએ. ”તેમણે કહ્યું કે કેપ્ટનશિપમાંથી હટાવવું અને તેને પચાવવું ઘણુ મુશ્કેલ હતું પરંતુ તેઓ આગળ વધવા માંગતા હતા. “ખાસ કરીને જ્યારે તમે ટીમ માટે 100 મેચ રમી હોય. મને લાગે છે કે ચેન્નઈમાં પ્રથમ પાંચમાંથી ચાર મેચ નબળી હતી. મારી પાસે કેટલાક પ્રશ્નો છે પણ એવું લાગે છે કે જવાબ ક્યારેય મળશે નહીં. તમારે આગળ વધવું પડશે.”

આ પણ વાંચો – Cricket / શોએબ મલિકનાં ચાર દાયકાનાં સફર પર પાકિસ્તાન ન્યૂઝ ચેનલે ઉડાવ્યો મઝાક, જુઓ Video
વોર્નરે કહ્યું કે, તે સનરાઈઝર્સ માટે રમવાનું ચાલુ રાખવા ઈચ્છશે પરંતુ તે તેના હાથમાં નથી. તેણે કહ્યું, “મને સનરાઇઝર્સ તરફથી રમવાની મજા આવી છે. હું પાછા આવવાની આશા રાખું છું. સનરાઇઝર્સ અથવા અન્ય કોઇ ટીમની જર્સીમાં, ખબર નથી.
