વિશ્વભરમાં કોરોનાનાં પ્રકોપને કારણે ઘણા સમયથી શાળા-કોલેજ બંધ હતી, પરંતુ હવે કેસોમાં ઘટાડો થયા બાદ શાળાઓ ક્રમિક રીતે ખોલવામાં આવી રહી છે. પરંતુ વિદ્યાર્થીઓને એટલા દિવસો સુધી ઘરે રહ્યા બાદ શાળાએ જવાનું મન થતું નથી. આ બાબત ખાસ કરીને નાના બાળકોમાં વધુ જોવા મળી રહી છે. તાજેતરના સમયમાં આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક મહિલા હાથ -પગ બાંધીને બાળકને શાળાએ લઈ જઈ રહી છે.
આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા તેના બાળકને હાથ -પગ બાંધીને શાળાએ લઈ જવા પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન બાળક જોરથી બૂમ પાડતો પણ જોવા મળે છે, પરંતુ મહિલા તેની વાત સાંભળતી નથી અને જબરદસ્તી તેને શાળામાં પહોંચાડે છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
https://twitter.com/AwanishSharan/status/1436534660436168716?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1436560402033250310%7Ctwgr%5E%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Ftv9gujarati.com%2Ftrending%2Fwoman-tied-her-hands-and-feet-watching-the-childrens-video-people-remembered-her-school-days-328777.html
તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી IAS અધિકારી અવનીશ શરણ દ્વારા શેર કરવામાં આવ્યો છે.જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, “આવા બાળકો પણ મોટા થઈને કહે છે કે, હું મારા શાળાના દિવસોને યાદ કરું છું.”આ વીડિયો લોકો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જુઓ લોકોની રમુજી પ્રતિક્રિયા.
