ગુજરાતનાં રાજકારણમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નામ એટ્લે હાર્દિક પટેલ. હાલમાં રાજ્યના મુખ્યમંત્રી કરતાં પણવધુ ચર્ચામાં છે. હાર્દિકના ધારદાર અને પક્ષ વિરોધી નિવેદનોએ તેને ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું છે. પક્ષ વિરોધી નિવેદનો અને હરકતો કરી પક્ષમાં રહેવાની વાતો તો સાથે અન્ય પક્ષ તરફથી પોતાની પાર્ટીમાં જોડાવા માટે મળતા આમંત્રણે હાર્દિક આજકાલ ચર્ચાનું કેન્દ્ર બનાવ્યો છે.
હાર્દિકના પક્ષ પલટાની વહેતી ચર્ચા વચ્ચે NCP નેતા રેશ્મા પટેલ દ્વારા હાર્દિકને ચેતવણી રૂપે સલાહ આપવામાં આવી છે. તો સાથે રેશ્માની પાર્ટી વતી હાર્દિક પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે. રેશ્માએ હાર્દિક પટેલને NCP માં જોડાવા આમંત્રણ આપ્યું છે. NCP ના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે હાર્દિકને આમંત્રણ આપતા સલાહ પણ આપી હતી કે, હાર્દિકભાઈ ભાજપમાં જવાનું વિચારતા હોય તો ટાળે. અમે ડૂબકી મારીને બહાર નીકળ્યા છીએ.
નોંધનીય છે કે, છેલ્લા થોડા સમયથી હાર્દિક પટેલ કોંગ્રેસ નારાજ છે અને સતત તે તેને લઈને નિવેદનો આપી રહ્યા છે. એવામાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તેમને દિલ્હી પણ બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ કાલે હાર્દિક પટેલ દ્વારા કેસરિયો પણ ધારણ કરવામાં આવ્યો હતો. અને કેસરિયા ખેસ સાથેના ફોટા તેણે વોટ્સએપ અને ટેલિગ્રામમાં મૂક્યા હતા. એવામાં હવે તેમને બીજી પાર્ટીઓ જોડાવવા માટે કહી રહી છે. જ્યારે આજે NCP માં જોડાવા હાર્દિક પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આસામ/ ઝૂકેગા નહીં.. પોલીસ કસ્ટડીમાં પણ જીગ્નેશ મેવાણીની ‘પુષ્પા’ સ્ટાઈલ, સોશિયલ મીડિયામાં મચાવી રહી છે ધૂમ
