વિરાટ કોહલીનાં કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ને IPL 2021 માં સોમવારે રમાયેલી એલિમિનેટર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે કેપ્ટન તરીકે RCB ને ચેમ્પિયન બનાવવાનું વિરાટનું સપનું એકવાર ફરી તૂટી ગયું હતુ.
આ પણ વાંચો – Afaghanistan Cricket / શું ICC અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરશે? CEO એ ટી 20 વર્લ્ડ કપ વિશે મોટું નિવેદન આપ્યું
આ મેચમાં એક પ્રસંગ એવો પણ હતો, જ્યારે વિરાટ એમ્પાયર સાથે બોલા ચાલી કરતો હોય તેમ જોવા મળ્યો હતો. આ ઘટના KKR ની ઇનિંગની સાતમી ઓવરમાં બની હતી. અહીં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાનો અંતિમ બોલ ફેંક્યો જ્યારે બોલ સીધો KKR બેટ્સમેન રાહુલ ત્રિપાઠીનાં પેડ પર ગયો. જે બાદ ચહલ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) નાં અન્ય ખેલાડીઓ દ્વારા આની જોરદાર અપીલ કરવામાં આવી હતી, જેને એમ્પાયરે ફગાવી દીધી હતી. આ પછી વિરાટે તુરંત જ DRS લીધું. પાછળથી, ટીવી રિપ્લેમાં જોયા પછી, મેદાન પરનાં એમ્પાયર વિરેન્દ્ર શર્માએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો, જે બાદ વિરાટનો DRS લેવો યોગ્ય સાબિત થયુ. આ નિર્ણય આવતા જ એમ્પાયર અને વિરાટ વચ્ચે બોલા ચાલી શરૂ થઈ. જોકે, સારી વાત એ હતી કે એમ્પાયર અને વિરાટ વચ્ચેની વાતચીત એક સ્માઇલની સાથે સમાપ્ત થઈ.
RCB vs KKR -Virat Kholi was seen shouting at the umpire pic.twitter.com/7ifdT5xl2U
— sudatt shakya (@SudattShakya) October 11, 2021
આ પણ વાંચો – ખુલાસો / વિરાટ કોહલીએ આખરે તોડ્યું મૌન, કહ્યું -કેમ છોડી ટીમ ઈન્ડિયા અને RCBની કેપ્ટનશિપ?
આ મેચમાં, સુનીલ નારાયણ બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. RCB ની જીત પર જો કોઇ ઉભુ દેખાઇ રહ્યુ હતુ તો તે સુનીલ નારાયણ જ દેખાઇ રહ્યો હતો. તેણે પ્રથમ બોલિંગમાં RCB પર કહેર વરસાવ્યો હતો, અને ચાર ઓવરનાં તેના ક્વોટામાં માત્ર 21 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ જ કારણ હતું કે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 20 ઓવરમાં સાત વિકેટે 138 રનનો સામાન્ય સ્કોર જ બનાવી શક્યું હતું. આ ઇનિંગમાં તેણે પહેલા ત્રણ બોલમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ પણ મળ્યો હતો.
