આસ્થા અને મુંજવણ / કર્ફ્યું નો સમય વધતા મુસ્લિમ સમાજ ની રમજાનની તરાવિહ પર પડશે અસર ?

હાલ ના સમય ગાળામાં આખા વિશ્વ માં કોરોના વાઇરસએ ખુબજ આતંક મચાવ્યો છે. વાત કરીએ ભારત ની તો , ભારત માં પણ અમુક રાજ્યમાં લોક્ડાઉન અને કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય સરકાર પણ રોજ કોરોના વાઇરસને ફેલાતું અટકાવવામાં  પોતાનો સંપૂર્ણ ભાગ ભજવી રહી છે.

વાત કરીએ ગુજરાત રાજ્ય ની તો ગઈ કાલે મંગળવારે હાઈકોર્ટ ના નિર્દેશથી રાજ્ય સરકારના કડક પગલાં જોવા મળી રહ્યા છે.જ્યાં કરફ્યુ ની સાથે સાથે લોક્ડાઉન નો ભય પણ હવે દેખાઇ રહ્યો છે.રાજ્ય સરકારના આદેશ મુજબ રાજ્ય ના 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ લગાવી દેવાયો છે. ત્યાં મુસ્લિમ સમાજ નો પવિત્ર માસ રમજાન પણ હવે ખુબજ નજીક આવી ગયો છે.

આગામી ૧૪ એપ્રિલ થી રમજાન માસ શરૂ થાય છે.જે મુસ્લિમ સમાજ માટે ખૂબ જ અગત્યનો માનવામાં આવે છે.જ્યાં મુસ્લિમ ભાઈઓ રોજા અને નમાજ પડીને ઈબાદત કરે છે. રમજાન મહિનામાં તરાબીની નમાજને ખુબજ મહત્ત્વ માનવામાં આવે છે. જે ફક્ત રમજાન મહિના માં જ પઢવામાં આવતી હોય છે. રાત્રે 8.30 વાગ્યાથી લઈને 10.00 કલાક સુધી દોઢ કલાક ના અંદર અંદર આ નમાજ અદા થતી હોય છે.

ગત કાલે થયેલા રાજ્ય સરકારના આદેશ થી જ્યાં ૩૦ એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યું લંબાવી દેવાયો છે. જેમા કરફ્યુ નો સમય ૯ કલાક  ની  જગ્યા ૮ કલાક નો કરી દેવામાં આવેલ છે.  ત્યાં ૧૫ જેટલા રોજામાં તરાબીની નમાજ મા મોટી ખલેલ જોવા મળી શકે છે.

હાલ, મુસ્લિમ સમાજ માં આ મુદાને લઈને ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહેલ છે.આ નમાજ ઘરની અંદર કે પછી મસ્જિદમાં અદl કરવા મળશે તે અંગે મુસ્લિમ સમાજની અંદર ભારે મુંજવણ ફેલાઈ ગઈ છે. કેમકે આ નમાજ પડતા ફક્ત ૩૦ મિનિટ જેટલો સમય લાગે છે. જો સરકાર આ અંગે કઈ ફેરફાર આગામી દિવસોમાં કરશે તો તેમને મોટી રાહત મળી શકે છે એવું મુસ્લિમ સમાજનું માનવું છે.

ઘણા મુસ્લિમ ભાઈઓનું એવું પણ માનવું છે કે તેમના આગળના ૧૫ રોજા માં કરફયુની ખલેલ દેખાઈ રહી છે. જોકે, સરકાર ના નિર્ણય થી મુસ્લિમ સમાજ ના લોકો ની ઈબાદત મા ખલેલ પડશે કે નહિ તે હવે જોવાનું રહશે.

Reporter Name: Rizwan Shaikh

More Stories


Loading ...

Top Stories


Photo Gallery