અમદાવાદનાં મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઇ કાલે રમાયેલી ટી-20 સીરીઝની ત્રીજી મેચ રમાઇ હતી. જેમા ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હરાવી સીરીઝમાં 2-1 ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ખરાબ રીતે હાર્યા બાદ હવે આ મેદાન સવાલોનાં ઘેરામાં આવી ગયુ છે.

Cricket / કોહલીની તોફાની બેટિંગ જોઇ સેહવાગથી ન રહેવાયુ, કરી દીધુ આ ટ્વીટ
અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટી-20 સીરીઝ યોજાઇ રહી છે. પરંતુ અહી કઇક એવુ બની રહ્યુ છે, જેને લઇને હવે આ મેદાન ચર્ચામાં આવ્યુ છે. આપને જણાવી દઇએ કે, આ મેદાનમાં જે ટીમ પહેલા બેટિંગ કરે છે, તે ટીમ જ હારે છે. જી હા, આ હાલમાં તો સત્ય જ છે. જણાવી દઇએ કે, આ મેદાનમાં અત્યાર સુધીમાં ત્રણ ટી-20 મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ ચુકી છે. જેમા બે વખત ઈંગ્લેન્ડ કેપ્ટન ઇઓન મોર્ગને ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કરતા ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. મોર્ગને આ સીરીઝમાં પ્રથમ અને ત્રીજી મેચમાં ટોસ જીત્યો હતો, જે બાદ તેણે ભારતને પહેલ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતુ.

ક્રિકેટ મેચ / ટોસ હારવું ટીમ ઇન્ડિયા ને એકવાર ફરી પડ્યું ભારે, ઇંગ્લેન્ડે મેળવી આસાન જીત
જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યો હતો અને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ, જેનુ પરિણામ આપણી સમક્ષ છે. આ ત્રણેય મેચમાં જે ટીમ પહેલા બેટિંગ કરવા મેદાને ઉતરે છે, તેણે હારનો સ્વાદ ચાંખવો પડી રહ્યો છે. આ જોતા હવે ચોથી ટી-20 મેચ રસપ્રદ રહેશે. ચોથી મેચમાં હવે ટોસ ઉપર સૌથી મોટો ભાર આપવામાં આવશે. કારણ કે જે ટીમ ટોસ જીતે છે તે જ આ મેચને પણ જીતવામાં સફળ રહે છે. જોવાનું રહ્યુ કે, આ ચોથી મેચમાં ટોસ કોણ જીતે છે? આપને જણાવી દઇએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બાદ પિચ વિવાદ સામે આવ્યો હતો. આ મામલે ભારતનાં પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ પણ પોતાની પ્રતિક્રિયા આપી ચુક્યો છે. અમદાવાદ ટેસ્ટ મેચ અંગે યુવરાજ સિંહે કહ્યું હતું કે, જો આવી પિચ પર અનિલ કુંબલે અને હરભજન સિંહ બોલિંગ કરતાં હોત તો મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હોત.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
