Gujarat News: 76મા પ્રજાસત્તાક દિવસ(Republic Day)ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મેડલ(President Medal)ની જાહેરાત કરવામાં આવી છે જેમાં પોલીસ, હોમ ગાર્ડ, ફાયર અને સુરક્ષાના 942 કર્મચારીઓને વીરતા અને સેવા બદલ સેવા મેડલથી સન્માન કરવામાં આવશે. જેમાં રાજ્યના 11 પોલીસ અધિકારીઓ(Police Officer)ને વિશિષ્ટ મેડલ અપાશે.
ગુજરાતને ગૌરવ અપાવનારા રાજકોટના CP બ્રજેશ કુમાર ઝા અને સ્ટેટ કંટ્રોલ(State Control)માં ASP દિગ્વિજયસિંહ ચુડાસમાને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે. બોર્ડર રેન્જ (કચ્છ-ભુજ) IG ચિરાગ કોરડિયા, IPS નિલેશ જાજડિયા(જૂનાગઢ), અશોક પાંડોર(ઓએનજીસી-મહેસાણા), કોન્સ્ટેબલ દેવદાસ બારડ, સુરેન્દ્રસિંહ યાદવ, હિરેન વરણવા (પોલીસ અધિક્ષક), બાબુ પટેલ, હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમાંગ મોદી સહિત 9 પોલીસકર્મીને મેડલથી સન્માનિત કરાશે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: