વિરોધ/ ઇરાનમાં ફ્રાન્સનો આ કારણથી વિરોધ,રાજદૂત નિકોલસ રોશેને બોલાવ્યા,જાણો વિગત

મેગેઝિને તેની પેરિસ ઓફિસો પર 2015ના ઘાતક આતંકવાદી હુમલાની વર્ષગાંઠ નિમિત્તે ‘બીટ ધ મુલાજ’ થીમ સાથે ‘જાન્યુઆરી 7’ શીર્ષકવાળી આવૃત્તિ બહાર પાડી હતી.

Top Stories India
Opposition to France

Opposition to France  ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનીનું વાંધાજનક કાર્ટૂન ફ્રાન્સમાં પ્રકાશિત થતા  સમગ્ર ઇરાન  દેશમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. આ વિરોધ વધી રહ્યો છે જેના અતર્ગત ઈરાને બુધવારે ફ્રાન્સના રાજદૂત નિકોલસ રોશેને બોલાવ્યા છે. ફ્રેન્ચ વ્યંગાત્મક મેગેઝિન ચાર્લી હેબ્દો દ્વારા ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનીનું વાંધાજનક કાર્ટૂન પ્રકાશિત થયા બાદ ફ્રાન્સના રાજદૂતને બોલાવવામાં આવ્યા છે. ચાર્લી હેબ્દોએ ઈરાનમાં ચાલી રહેલા હિજાબ વિવાદને લઈને આયાતુલ્લા અલી ખમેની વિરુદ્ધ એક કાર્ટૂન પ્રકાશિત કર્યું હતું.

આ અઠવાડિયે, મેગેઝિને તેની પેરિસ ઓફિસો પર 2015ના ઘાતક આતંકવાદી હુમલાની વર્ષગાંઠ નિમિત્તે ‘બીટ ધ મુલાજ’ થીમ સાથે ‘જાન્યુઆરી 7’ શીર્ષકવાળી આવૃત્તિ બહાર પાડી હતી. ઉલ્લેખનીય છે કે  7 જાન્યુઆરી, 2015ના રોજ ફ્રાન્સમાં જન્મેલા અલ-કાયદાના બે આતંકવાદીઓએ અખબારની ઓફિસ પર હુમલો કરીને 12 કાર્ટૂનિસ્ટની હત્યા કરી નાખી હતી.

ઈરાનના વિદેશ મંત્રીએ આ પ્રકાશનની નિંદા કરી હતી (Opposition to France)
ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દુલ્લાહિયાને ટ્વીટ કર્યું, “કાર્ટૂન પ્રકાશિત કરીને, એક ફ્રેન્ચ પ્રકાશનએ ધાર્મિક અને રાજકીય સત્તા વિરુદ્ધ અપમાનજનક અને અભદ્ર કૃત્ય કર્યું છે, જેને સહન કરી શકાય નહીં.

વ્યંગાત્મક મેગેઝિન ચાર્લી હેબ્દોએ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીને દર્શાવતા કાર્ટૂન પ્રકાશિત કર્યા પછી ઈરાને બુધવારે ફ્રાંસને પરિણામોની ચેતવણી આપી હતી, જેને તેહરાન અપમાનજનક ગણાવે છે.ત્રણ મહિના જૂના વિરોધ આંદોલનના સમર્થનમાં ડિસેમ્બરમાં શરૂ કરાયેલી હરીફાઈના ભાગરૂપે ઇસ્લામિક પ્રજાસત્તાકમાં સર્વોચ્ચ ધાર્મિક અને રાજકીય વ્યક્તિત્વની મજાક ઉડાવતા સાપ્તાહિક ડઝનેક કાર્ટૂન પ્રકાશિત કરી રહી છે.ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દુલ્લાહિયાને ટ્વીટ કર્યું, “ધાર્મિક અને રાજકીય સત્તા વિરુદ્ધ કાર્ટૂન પ્રકાશિત કરવા માટે એક ફ્રેન્ચ પ્રકાશનનું અપમાનજનક અને અભદ્ર કૃત્ય અસરકારક અને નિર્ણાયક પ્રતિસાદ વિના જશે નહીં.””અમે ફ્રાન્સની સરકારને તેની મર્યાદા ઓળંગવાની મંજૂરી આપીશું નહીં. તેઓએ ચોક્કસપણે ખોટો રસ્તો પસંદ કર્યો છે,

Election Commission/ દેશના કોઈપણ રાજ્યમાંથી બેસીને હવે મતદાન કરી શકશો! ચૂંટણી પંચે અપનાવી નવી સિસ્ટમ,જાણો વિગત