Pujara Record/ પૂજારાનો ઓસ્ટ્રેલિયા સામે અનોખો રેકોર્ડઃ વિરાટ-રોહિતને પણ પાછળ છોડ્યા

ચેતેશ્વર પુજારા હાલમાં અમદાવાદ ટેસ્ટમાં 42 રન કર્યા છે. તેણે આ મેચમાં પોતાનો Pujara Record 10મો રન બનાવતાની સાથે જ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેના 2000 રન પૂરા કરી લીધા છે.

Sports

ભારતીય ટીમ હાલમાં અમદાવાદમાં ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે. ચેતેશ્વર પૂજારા Pujara Record આ મેચમાં તેની શાનદાર બેટિંગ માટે પ્રખ્યાત છે. એકવાર તે ક્રિઝ પર સ્થિર થઈ જાય પછી તેને આઉટ કરવો મુશ્કેલ બની જાય છે. મહાન ભારતીય બેટ્સમેન રાહુલ દ્રવિડ પછી તેને ભારતની દિવાલ કહેવામાં આવે છે અને તેણે તેની શાનદાર બેટિંગથી તે સાચું સાબિત કર્યું. છેલ્લા એક દાયકામાં, તે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચોમાં Pujara Record ત્રીજા નંબરે સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. તેણે અમદાવાદ ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

ચેતેશ્વર પૂજારાએ આ રેકોર્ડ બનાવ્યો
ચેતેશ્વર પુજારા હાલમાં અમદાવાદ ટેસ્ટમાં 42 રન કર્યા છે. તેણે આ મેચમાં પોતાનો Pujara Record 10મો રન બનાવતાની સાથે જ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેના 2000 રન પૂરા કરી લીધા છે. તે ઓસ્ટ્રેલિયા સામે 2000થી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેની પહેલા સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ આ કારનામું કરી ચુક્યા છે. સચિને ભારત તરફથી ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન Pujara Record બનાવ્યા છે. તેણે 39 મેચમાં 3630 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
સચિન તેંડુલકર – 3630 રન

વીવીએસ લક્ષ્મણ – 2434 રન
રાહુલ દ્રવિડ – 2143 રન
ચેતેશ્વર પૂજારા – 2013 રન
વિરાટ કોહલી – 1793 રન
વિરેન્દ્ર સેહવાગ – 1738 રન

ચેતેશ્વર પૂજારા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ઈન્દોરમાં Pujara Record ત્રીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં 59 રનની ઈનિંગ રમી હતી. જો ટીમ ઈન્ડિયાએ અમદાવાદ ટેસ્ટ જીતવી હશે તો પૂજારાએ પોતાના બેટથી રન બનાવવા પડશે. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 101 ટેસ્ટ મેચમાં 7112 રન બનાવ્યા છે.

રોહિત-વિરાટ ઘણા પાછળ છે
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 24 મેચમાં 1793 રન બનાવ્યા છે Pujara Record જેમાં 7 સદી સામેલ છે. તે જ સમયે, કેપ્ટન રોહિત શર્માએ 11 મેચમાં 650 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે. આ બંને બેટ્સમેનોને ઓસ્ટ્રેલિયા સામે 2000 રન પૂરા કરવામાં ઘણો સમય લાગશે. તેમા પણ બંને ખેલાડીઓ હાલમાં જે રીતે રમી રહ્યા છે તેના કારણે તેમને ઘણો સમય લાગે તેમ છે. જો કે કોહલી ગમે ત્યારે તેનું ખોવાયેલું ફોર્મ પરત મેળવીને અતિક્રમી જઈ શકે છે, પણ કેપ્ટન રોહિત શર્મા માટે આ વાત હવે અશક્ય લાગી રહી છે.

આ પણ વાંચોઃ Aimim-Leader/ મુસ્લિમોને ચૂંટણી વખતે જ યાદ કરવામાં આવે છેઃ અસદુદ્દીન ઓવૈસી

આ પણ વાંચોઃ Banking Crisis/ અમેરિકામાં બેન્કિંગ કટોકટી, સિલિકોન વેલી બેન્કને તાળા વાગ્યા, શેરોમાં કડાકો બોલ્યો

આ પણ વાંચોઃ ભીષણ આગ/ સાવરકુંડલામાં બાઇકના ડેલામાં લાગી આગ, ચારેબાજુ દેખાયા ધુમાડાના ગોટેગોટા