ઓસ્ટ્રેલિયામાં રહેતા એક શીખ રેસ્ટોરન્ટના માલિકને વંશીય આધાર પર ભેદભાવનો આક્ષેપ લગાવ્યો છે. એવો આરોપ છે કે રેસ્ટોરન્ટના માલિકને તાજેતરના મહિનાઓમાં ઘણી વખત નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમને ભારત પરત ફરવાનું કહેવામાં આવ્યું અને તેની કાર પર કૂતરાઓનું મળ ફેંકવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના રિપોર્ટ અનુસાર, જરનૈલ સિંહ તસ્માનિયાના હોબાર્ટમાં એક રેસ્ટોરન્ટ ચલાવે છે. જરનૈલે કહ્યું કે, તેમની સાથે આ પહેલા ક્યારેય આવું બન્યું નથી, પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી તેને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
રેસ્ટોરન્ટના માલિકે 14 નવેમ્બરના રોજ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, જ્યારે તમારા ઘરની વાત આવે છે ત્યારે ખૂબ જ માનસિક તણાવ હોય છે અને તમારું નામ જાણી જોઈને તેની સાથે જોડવામાં આવે છે. તેમણે કહ્યું કે આ માટે કંઈક કરવું જોઈએ.
આરોપ મુજબ, શરૂઆતમાં સતત ચાર-પાંચ દિવસ સુધી જરનૈલ સિંહની કારના દરવાજા અને હેન્ડલ પર કૂતરાંનો મળ ફેંકવામાં આવ્યો હતો. પછી રસ્તામાં તેણે દિવાલો પર લખેલું ‘ભારતીય પોતાના ઘરે પાછા જાઓ’ જોયું. પીટીઆઈના અહેવાલ મુજબ સિંહે પોલીસને આ બાબતની જાણ કરી હતી. પરંતુ વીડિયો પુરાવાના અભાવે કંઈ જાણી શકાયું નથી.
આ પણ વાંચો: વિધાનાસભા ચૂંટણીમાં આજે છત્તીસગઢમાં મતદાનમાં મતદારોની લાગી કતાર
આ પણ વાંચો: વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સાથે-સાથે છવાયેલી વાઝમા અયુબી છે કોણ
આ પણ વાંચો: ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવાની જંગ, ઓગર મશીને 21 મીટર સુધી કર્યું ‘ડ્રિલિંગ’

