New Delhi News : રાહુલ ગાંધી(Rahul Gandhi) ને લખનઉ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. લખનઉના ACJM-3એ રાહુલ ગાંધીને 10 જાન્યુઆરી, 2025ના રોજ આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. વીર સાવરકર(Vir Savarkar) પર ભડકાઉ નિવેદનના મામલામાં રાહુલ ગાંધી(Rahul Gandhi)ને સમન્સ પાઠવવામાં આવ્યા છે. કલમ 153(a) અને 505 હેઠળ ટ્રાયલ માટે તેને પ્રથમ દૃષ્ટીએ આરોપી તરીકે બોલાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ 2022માં ભારત જોડો યાત્રાની આગેવાની કરી હતી અને આ દરમિયાન તેઓ યાત્રા સાથે મહારાષ્ટ્રના આકોલમાં ગયા હતા, જ્યાં તેમણે દાવો કર્યો હતો કે, સાવરકરે અંગ્રેજોની મદદ કરી હતી. સાવરકરે અંગ્રેજોને પત્ર લખીને કહ્યું હતું કે, ‘તેઓ તેમના ગુલામ રહેવા ઇચ્છે છે. સાવરકરે ડરના કારણે માફીપત્ર પર સહી કરી અને મહાત્મા ગાંધી તેમજ અન્ય નેતાઓ સાથે દગો કર્યો હતો.’
લખનઉ કોર્ટમાં વકીલ નૃપેન્દ્ર પાંડે(Nupendra Pandey)એ રાહુલ ગાંધી(Rahul Gandhi) વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટના અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ અંબરીશ કુમાર શ્રીવાસ્તવે અરજીને ધ્યાને લઈ સીઆરપીસી(CRPC)ની કલમ 156 (3) હેઠળ તપાસના આદેશ આપ્યા હતા. કોર્ટે હજરતગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીને કેસની તપાસના આદેશ આપ્યા હતા.
આ પણ વાંચો: રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ માં પિગી બેંક રજૂ કરનાર વેપારીની લાશ મળી, 8 દિવસ પહેલા ED એ દરોડા પાડ્યા હતા
આ પણ વાંચો: રાહુલ ગાંધીની વિરોધની અનોખી શૈલી, રાજનાથ સિંહને આપ્યો ત્રિરંગો અને ગુલાબ
આ પણ વાંચો: રાહુલ ગાંધી અને ખડગેની હાજરીમાં મહાવિકાસ અઘાડીની ચૂંટણી રેલીમાં વીર સાવરકરનું ગીત ગાવામાં આવ્યું