લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા પછી, રાહુલ ગાંધી સોમવારે સંસદ પહોંચ્યા જ્યાં કોંગ્રેસના સાંસદો અને તેમના કેટલાક અન્ય સહયોગીઓએ તેમનું સ્વાગત કર્યું અને તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પ્રમોદ તિવારી, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, શિવસેનાના (યુબીટી) સંજય રાઉત, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (આરએસપી)ના એનકે પ્રેમચંદ્રન અને અન્ય કેટલાક વિપક્ષી સાંસદોએ સંસદ ભવનના પ્રવેશ દ્વારે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું.
વિપક્ષના સાંસદોએ ‘રાહુલ ગાંધી સંઘર્ષ, અમે તમારી સાથે છીએ’ અને ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ‘મોદી સરનેમ’ પર તેમની ટિપ્પણીના સંદર્ભમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા પર સ્ટે મૂક્યા બાદ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. લોકસભા સચિવાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ પણ વાંચો:Rahul Gandhi Parliament Membership/રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત, લોકસભા સચિવાલય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
આ પણ વાંચો:Parliament session/દિલ્હી સેવા બિલ, અવિશ્વાસ પ્રસ્તાવ, રાહુલ ગાંધીની વાપસી… સંસદ સત્રનું આ છેલ્લું અઠવાડિયું ખૂબ જ ચોકાવનારું બની શકે છે
આ પણ વાંચો:Amrit Bharat Yojana/શું છે અમૃત ભારત યોજના? પુનર્વિકાસ સ્ટેશનો પર કઈ સુવિધાઓ થશે ઉપલબ્ધ?