Statue Of Unity/ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચી RRRની ટીમ, અહીં પ્રમોટ થનારી પહેલી ફિલ્મ  

‘RRR’ પહેલી ફિલ્મ છે જેનું પ્રમોશન સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યું છે. ‘RRR’ની ટીમને આવેલી જોઈને ત્યાં હાજર મુલાકાતીઓ પણ તેમને જોવા ટોળે વળ્યા હતા. ફિલ્મની ટીમે મીડિયા સાથે વાત પણ કરી હતી.

Entertainment
RRR

એસ. એસ રાજામૌલીની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘RRR’ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં દસ્તક આપવા જઈ રહી છે. ચાહકો જુનિયર એનટીએસ અને રામ ચરણને એકસાથે પડદા પર ધમાલ કરતા જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે પરંતુ નિર્માતાઓ ફિલ્મને પ્રમોટ કરવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. ફિલ્મના ટ્રેલરથી લઈને નાટુ નાટુ ગીત સુધીનો જબરજસ્ત પ્રતિસાદ એ વાતની પુષ્ટિ કરી રહ્યો છે કે લોકોમાં RRR માટે કેટલા ઉત્સાહ છે.

તાજેતરમાં, આલિયા ભટ્ટના જન્મદિવસના થોડા સમય પહેલા, ફિલ્મ ‘શોલે’નું બીજું ગીત રિલીઝ થયું હતું જેણે ખૂબ જ ધૂમ મચાવી હતી. આ પછી, દર્શકોનો ઉત્સાહ હવે તેના ઉચ્ચતમ સ્તર પર છે. આ ફિલ્મ 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. પરંતુ તે પહેલા, ફિલ્મની ટીમ આજે સવારે એટલે કે 20 માર્ચે ગુજરાતના બરોડા જવા રવાના થઈ હતી, જ્યાં તેઓ ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. RRRની ટીમ અહીં ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની સામે ફિલ્મના પ્રચાર માટે આવી હતી, જેની ઝલક ‘RRR’ ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી રિલીઝ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, ‘RRR’ પહેલી ફિલ્મ છે જેનું પ્રમોશન સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યું છે. ‘RRR’ની ટીમને આવેલી જોઈને ત્યાં હાજર મુલાકાતીઓ પણ તેમને જોવા ટોળે વળ્યા હતા. ફિલ્મની ટીમે મીડિયા સાથે વાત પણ કરી હતી.

25 માચે ‘RRR’ રિલીઝ થઈ રહી છે ત્યારે દેશભરના વિવિધ શહેરોમાં ફરીને પ્રમોશન કરવાનો નિર્ણય મેકર્સે લીધો છે. હૈદરાબાદ, બેંગાલુરુ, વડોદરા, દિલ્હી, અમૃતસર, જયપુર, કોલાકાતા, વારાણસી જેવા દેશના જાણીતા સ્થળો તેમજ દુબઈમાં જઈને પ્રમોશન કરવાનું આયોજન મેકર્સે કર્યું છે. 18-22 માર્ચની વચ્ચે તેમની આ પ્રમોશનલ ટૂર ચાલુ રહેશે.

a 87 1 સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચી RRRની ટીમ, અહીં પ્રમોટ થનારી પહેલી ફિલ્મ  

ફિલ્મની વાત કરીએ તો, રામ ચરણ અને જૂનિયર એનટીઆર ઉપરાંત ફિલ્મમાં આલિયા ભટ્ટ, અજય દેવગણ, ઓલિવિયા મોરિસ મહત્વના રોલમાં છે. એલિસન ડૂડી, રે સ્ટીવેન્સન અને સમુતિરાકણી સપોર્ટિંગ રોલમાં જોવા મળશે. 14 માર્ચે આ ફિલ્મનું ગીત શોલે રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રામ ચરણ, જૂનિયર અને એનટીઆર અને આલિયા ભટ્ટનો દેશી અંદાજ જોવા મળે છે. કોરોના મહામારીના કારણે વારંવાર રિલીઝ પાછી ઠેલાયા બાદ આખરે ફિલ્મ 25 માર્ચ 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો :પીએમ મોદી કરતા ઇન્સ્ટાગ્રામ પર વધુ ફોલોઅર્સ છે આ અભિનેત્રીઓના, જાણો કોન-કોન છે લિસ્ટમાં

આ પણ વાંચો :રણબીર કપૂર-શ્રદ્ધા કપૂરની એ ફિલ્મના સેટ પરથી ફૂટેજ થયા લીક, જેનું નામ પણ નક્કી નથી થયું 

આ પણ વાંચો :પ્રભાસની સ્પેનમાં થઈ બીજી સર્જરી, Salaarના સેટ પર થઈ હતી ઈજા 

આ પણ વાંચો :ધૂળેટીના દિવસે જ તોરબાઝ ફેમ ડાયરેક્ટરના ઘરે છવાયો માતમ, 17 વર્ષના પુત્રનું 5માં માળેથી પડી જતાં મોત