Terrorist Attack/ રિયાસીમાં તીર્થયાત્રીઓ પર હુમલો કરનાર આતંકવાદીઓના સ્કેચ આવ્યા સામે, માહિતી આપનારને મળશે 20લાખનું ઈનામ

જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે રિયાસી જિલ્લામાં પેસેન્જર બસ પર હુમલામાં સામેલ આતંકવાદીનો સ્કેચ બહાર પાડયો. તેના વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરાઈ.

Top Stories India

જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે રિયાસી જિલ્લામાં પેસેન્જર બસ પર હુમલામાં સામેલ આતંકવાદીનો સ્કેચ બહાર પાડ્યો અને તેના વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી. તાજેતરમાં, રવિવારે પોની વિસ્તારના તેરાયથ ગામ નજીક શિવ ખોરી મંદિરથી કટરા જતા ભક્તોને લઈ જતી 53 સીટર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ બસ ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રિયાસી પોલીસે પોની વિસ્તારમાં પેસેન્જર બસ પર થયેલા તાજેતરના હુમલામાં સામેલ આતંકવાદી વિશેની કોઈપણ મહત્વપૂર્ણ માહિતી માટે 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.” તેમણે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓએ આપેલા વર્ણનના આધારે આતંકવાદીનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે લોકોને માહિતી આપવા અપીલ કરી હતી.

આ ઘટના રવિવારે ત્યારે બની જ્યારે 53 સીટર બસ શિવખોરી મંદિરથી કટરાના વૈષ્ણો દેવી મંદિર જઈ રહી હતી. બસ પર ગોળીબાર પોની વિસ્તારમાં થયો હતો. આ બસ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહી હતી. ઘટના બાદ ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ખાડામાં પડી ગઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર, પીડિતોએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ બસ પર ઘણી મિનિટો સુધી ગોળીબાર કર્યો હતો.

રિયાસી હુમલામાં સામેલ તમામ આતંકીઓને શોધવા માટે મોટા પાયે ઓપરેશન ચાલી રહ્યું છે. આમાં સુરક્ષા કર્મચારીઓની 11 ટીમ કામ કરી રહી છે. સોમવારે પણ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ રિયાસી વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ NIAની ટીમ પુરાવા એકત્ર કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રેમીની ગરદન કાપીને તેને મંદિરમાં અર્પણ કરી દીધો

આ પણ વાંચો: રાજસ્થાન સરકારની ખેડૂતોના કિસાન સમ્માન નિધિમાં બે હજાર રૂપિયાના વધારાની જાહેરાત

આ પણ વાંચો:  CM યોગી આદિત્યનાથની બેઠકમાંન આવ્યા બંને ડેપ્યુટી સીએમ, લખનઉમાં થઇ હતી મહત્વની