Surat News: સુરતમાં (Surat) સ્કૂલવાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્કૂલ વાન (School Van)માંથી ઉતરેલી માસૂમ બાળકી સાથે અકસ્માત (Accident) સર્જાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકો અને વાહનચાલકોની નજર પડતાં દોડધામ મચી ગઈ છે. બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે, માતાપિતાએ ડીઈઓને ફરિયાદ કરતા અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.
સુરત શહેરના ઘોડદોડ રોડ પર બાળકી સ્કૂલવાનમાંથી ઉતરી દોડી હતી, દરમિયાન વાહનચાલક તેને ઢસડી જતાં બાળકીને માથાના અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની સ્થાનિકો તેમજ વાહન ચાલકોની નજર પડતા દોડધામ મચી ગઈ હતી. લોકોએ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ દોડ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં બાળકીને સારવાર આપવામાં આવી છે. આ મામલે માતાપિતાએ ફરિયાદ નોંધાવી છે, સમગ્ર ઘટનાના કાળજું કંપાવતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં વાહનચાલકની બેદરકારી જોવા મળે છે.
સદનસીબે અકસ્માતમાં બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે. સ્કૂલવાન ચાલકની બેદરકારીના પગલે કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. જીલ્લા શિક્ષણાધિકારીએ સઘન તપાસના આદેશો આપ્યા છે.
સુરતમાં વધુ એક સ્કૂલવાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના સરદાર બ્રિજ પર સ્કૂલવાનની જોખમી સવારી સામે આવી છે. બાળકને ડ્રોપ કરવાનું ભૂલતા ચાલકે બ્રિજ પર રિવર્સમાં બાળકો ભરેલ સ્કૂલવાન ચલાવી હતી.લાંબા અંતર સુધી વાન રિવર્સમાં લાવી બાળકને ઉતારી નીકળી ગયો હતો. ચાલકની એક ગફલતથી અન્ય બાળકોના જીવ જોખમમાયા હતા.ત્યારે ટ્રાફિકથી ભરચક રોડ પર રિવર્સમાં ચાલતી સ્કુલવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પહેલા માંડવી શહેરની ખાનગી અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓને બપોરે છૂટા કર્યા બાદ ઘેર મૂકવા જતી સ્કૂલ વેન રંગચુલી પાસે પાણીના ચેમ્બરમાં ફસાઈ ગઈ, જેમાં વિદ્યાર્થીઓ વાહનમાં અટવાઇ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી અને કારને બહાર કાઢી હતી, જેથી દુર્ઘટના ટળી હતી.
આ પણ વાંચો:RTOનો ધ્રુજારો! અમદાવાદમાં સ્કૂલવાન ચાલકોને ફટકાર્યો દંડ
આ પણ વાંચો:સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો:સુરતમાં બાળકને ડ્રોપ કરવાનું ભૂલતા બ્રિજ પર જ સ્કૂલવાન રિવર્સ ચલાવી
